નવોદિત ક્રિકેટરોને ભારતની ટીમમા પ્રવેશ આપવો જરૂરી છે

ભારતના નાના શહેરો અને ગામડામાં પણ ટેલેન્ટ ભરી પડી છે.પ્રતિકૂળ પરિસ્થિતિમા પણ આ ખેલાડીઓ તેમની મહેનત અને પુરુષાર્થ કરી આગળ આવવાની ભરચક કોશિશ કરે છે.આમાં કેટલા સફળ પણ થાય છે.
મોહમ્મદ શમી પછી રાંચીમા ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમા ફાસ્ટ બોલર તરીકે ટીમમા સ્થાન મેળવનાર આકાશદીપે શાનદાર દેખાવ કરી આપના સૌનું ધ્યાન ખેચ્યું છે.
આકાશદિપને પિતા તરફથી કોઈ મદદ ના મળતા તે દુર્ગાપુર પોતાના કાકાને ત્યા ગયો કાકાએ આકાશને એક સ્થાનિક ક્રિકેટ એકેડમીમા પ્રવેશ અપાવ્યો ત્યા આકાશને પોતાની ફાસ્ટ બોલર તરીકે તેની બોલિંગ સ્પીડ માટે પ્રસિદ્ધિ મળવા લાગી પણ વચમાં આકાશના કાકા અને મોટાભાઈનું અવસાન થયું
આકાશના ઘરમાં કમાવવા વાળું કોઈ ના હોવાથી પેસા ના હોવાથી આકાશ પર પરિવારની જવાબદારી આવી પડી આકાશને પોતાની માતાની સંભાળ લેવી પડી.જેના કારણે આકાશ ત્રણ વરસ સુધી ક્રિકેટ પર ધ્યાન આપી શક્યો નહી.
આ ત્રણ વરસમાં જીંદગીને નવેસરથી સેટ કરતા પણ આકાશએ ક્રિકેટ રમવાનું પોતાનું સપનું ના છોડ્યું.
આકાશ પછી કલકતા ગયો ત્યા પોતાના પિતરાઈ ભાઈ સાથે ભાડાના મકાનમાં પોતાનું સપનું પૂરું કરવાના પ્રયાસો ચાલુ રાખ્યા.
ત્યાર બાદ આકાશને બંગાળની અંદર ૨૩ ટીમમા તેને સ્થાન મળ્યું પછી રણજી ટ્રોફીમા આકાશને સ્થાન મળ્યું ત્યાર બાદ આર.સી.બી.તરફથી આ.ઈ.પી.એલમા રમવાની તક મળી.
આકાશના દેખાવ પર્ફોમન્સ જોઈ સિલેક્ટરોએ આકાશ પર વિશ્વાસ મુકી ટેસ્ટ માટે આકાશને ટેસ્ટ માટે સિલેક્ટ કર્યો ચોથી ટેસ્ટમાં બુમરાહ ને આરામ અપાતા તેની જગ્યાએ આકાશને ફાયનલ ઇલેવનમાં સ્થાન મળ્યું.
આકાશને પોતાની માતાની હાજરીમા રાહુલ દ્રવિડ દ્વારા ટીમ ઇન્ડિયાની ટેસ્ટ કેપ મળી અને આકાશનું વરસો જૂનું દેશ તરફથી રમવાનું સપનું સાકાર થયું.