વ્યાપાર

અદાણી એન્ટરપ્રાઝીસે નાણા વર્ષ-૨૬ના આખરી ત્રિમાસી અને સમગ્ર વર્ષના પરિણામો જાહેર કર્યા

અદાણી એન્ટરપ્રાઝીસે નાણા વર્ષ-૨૬ના આખરી ત્રિમાસી અને સમગ્ર વર્ષના પરિણામો જાહેર કર્યા
અમદાવાદ, ૩૦ એપ્રિલ, ૨૦૨૬: અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ ​​૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વાર્ષિક પરિણામો આજે જાહેર કર્યા છે.
કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમિયાન તેના મુખ્ય આંતરમાળખા આધારિત મોડેલમાં સંક્રમણ કરી નાણાકીય ક્ષેત્રે ઉજળું પ્રદર્શન કર્યું છે. કંપનીના એબિડટાનો ૮૦% હિસ્સો પરિપક્વ, લાંબા ગાળાના કરારબદ્ધ વ્યવસાયોને આભારી છે, જેણે કમાણીની દૃશ્યતામાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝીસની ઇન્ક્યુબેશનની સફર હવે પ્રારંભિક મૂડીખર્ચ-ભારે અને સ્થાયી તબક્કાઓના સીમાચિહ્નો નિશ્ચિતપણે વટાવી દેવા સાથે કંપની એબિડટા-મિક્સ સ્થિરતા હાંસલ કરવા પ્રતિ આગળ વધી રહી છે પરિણામે કંપનીને સતત રોકડ ઉપાર્જન અને ભાવિ મૂલ્યને ખોલવા માટે વધુ મોકળાશ મળી છે.
અદાણી ઔદ્યોગિક સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અમારા મુખ્ય માળખાકીય અને ઇન્ક્યુબેશન વ્યવસાયોમાં શિસ્તબદ્ધ અમલીકરણનો અભિગમ, સ્થિર એબિડટા અને સતત પ્રગતિનું બીજું સંગીન વર્ષ અદાણી એન્ટરપ્રાઇઝે પૂરું પાડ્યું છે, તેમણે આ પ્રોત્સાહક ઉપલબ્ધિને મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ક્યુબેટિંગ વ્યવસાયો અને સ્થિર ખાણકામ સેવાઓ દ્વારા હાંસલ કરેલા એબિડટાના મોટાભાગના હિસ્સાને આભારી ગણાવી હતી. આ વ્યવસાયોથી સંચાલિત એબિડટા અમારા ઓપરેટિંગ પોર્ટફોલિયોની પરિપક્વતા અને સ્કેલને દર્શાવે છે.એમ જણાવતા ગૌતમ અદાણીએ કહ્યું હતું કે નાણાકીય વર્ષ-૨૬ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ગુવાહાટી એરપોર્ટ અને ગંગા એક્સપ્રેસ-વે જેવા અમારા સફળ મુખ્ય માળખાકીય ઇન્ક્યુબેટિંગ વ્યવસાયો અને સ્થિર ખાણકામ સેવાઓ મારફત કેટલીક વિરાટ માળખાકીય અસ્ક્યાતોના નિર્માણ અને તૈયારીના સંદર્ભમાં નિર્ણાયક પ્રગતિનું વર્ષ પણ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતનો વિકાસ જેમ જેમ ઝડપથી ગતિ કરી રહ્યો છે તેની સાથે અમે અમારી મજબૂત શ્રેણીબધ્ધ પ્રકલ્પોની પાઇપલાઇન સાથે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક માળખાકીય વ્યવસાયોના નિર્માણ અને તેને નવી ઉંચાઇએ લઇ જવા પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું છે.
એકીકૃત એબિડટા રુ.૧૬,૪૬૪ કરોડ નોંધાયો છે. જ્યારે મુખ્ય માળખાકીય ઉપયોગીતા પોર્ટફોલિયો અને ખાણકામ સંબંધિત સેવાઓમાંથી હવે ૮૦% એબિડટાનું ઉપાર્જન થાય છે.
અહેવાલના સમયગાળામાં નાણાકીય પ્રદર્શનની વિગત મુજબ વાર્ષિક ધોરણે કુલ આવક ૩% વધીને રૂ.૧,૦૨,૯૪૩ કરોડ થઈ હતી. જ્યારે એબિડટા રુ.૧૬,૪૬૪ કરોડ જળવાયો છે. વાર્ષિક ધોરણે કર અગાઉના રુ.૪,૩૦૯ કરોડના નફામાં (PBT) અંબુજા સિમેન્ટ્સ લિ.ને અદાણી વિલ્માર લિ.નો હિસ્સો અને સિમેન્ટ યુનિટના વેચાણ પર રુ.૯,૨૧૫ કરોડનો અપવાદરૂપ ફાયદો શામેલ નથી. એબિડટામાં ૮૦% ફાળો મુખ્ય માળખાકીય ઇન્ક્યુબેટિંગ વ્યવસાયો અને ખાણકામ સેવાઓનો છે.
નાણા વર્ષ-૨૬ના ત્રિમાસીની મુખ્ય વ્યવસાયિક વિગતો મુજબ ગત ૨૯ એપ્રિલ ૨૬ના રોજ ખુલ્લો મૂકવામાં આવેલો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ ગંગા એક્સપ્રેસવે સાડા ત્રણ વર્ષથી ઓછા સમયમાં પૂર્ણ થયો છે. માર્ગોના વ્યવસાયમાં ઉમેરવામાં આવેલા ત્રણ નવા પ્રકલ્પોમાં એક HAM અને બે TOT પ્રકલ્પનો સમાવેશ થાય છે.
દુનિયાના ટોચના ૧૫ વિન્ડ ટર્બાઇન ઉત્પાદકોમાં અદાણી વિન્ડ (ANIL) એકમાત્ર ભારતીય કંપની છે. અદાણીકોનેક્સે તાજેતરમાં હૈદરાબાદ ખાતે ૪.૮ મેગાવોટ ડેટા સેન્ટરની બીજા તબક્કાની ક્ષમતા તેના ઉપભોક્તાને સોંપવા સાથે કાર્યકારી ક્ષમતા ૫૫થી વધુ મેગાવોટે પહોંચી છે.
નાણા વર્ષ-૨૫ અને વર્ષ-૨૬ના છેલ્લા ત્રિમાસી અને સમગ્ર વર્ષના તુલનાત્મક પ્રદર્શન અનુસાર નાણા વર્ષ-૨૫ના છેલ્લા ત્રિમાસીમાં વાર્ષિક ધોરણે કુલ રુ.૨૭,૬૦૨ કરોડની આવકની તુલનાએ વર્ષ-૨૬ના સમાન ગાળામાં ૨૦%ના વધારા સાથે રુ.૩૩,૧૮૭ કરોડ થઇ છે. અનુક્રમે વાર્ષિક ગાળામા રુ.૧,૦૦,૩૬૫ની સામે નાણા વર્ષ-૨૬માં ૩% વધીને રુ.૧,૦૨,૯૪૩ કરોડ થઇ છે. નાણા વર્ષ-૨૫ના છેલ્લા ત્રિમાસીમાં પ્રાપ્ત થયેલ રુ.૪,૩૪૬ કરોડના એબિડટા વર્ષ-૨૬ના સરખા ગાળામાં વાર્ષિક ધોરણે ૩% વધીને રુ.૪,૪૭૯ કરોડ હાંસલ થયો છે. અનુક્રમે સમગ્ર વાર્ષિક સમાન ગાળામાં રુ.૧૬,૭૨૨ કરોડની તુલનાએ ૨%ના તફાવત સાથે રુ.૧૬,૪૬૪ કરોડ નોંધાયો છે. નાણા વર્ષ-૨૫ના છેલ્લા ત્રિમાસીમાં રુ.૩,૯૪૬ કરોડનો અપવાદરુપ લાભ થયો છે. જ્યારે વર્ષ-૨૫માં પ્રાપ્ત થયેલ રુ.૩,૯૪૬ કરોડ સામે વર્ષ-૨૬ના અંતે વાર્ષિક ધોરણે રુ.૯,૨૧૫ કરોડનો ફાયદો થયો છે.
નાણા વર્ષ-૨૫ અને વર્ષ-૨૬ના છેલ્લા ત્રિમાસીમાં કર અગાઉનો નફો અનુક્રમે વાર્ષિક ધોરણે રુ.૫,૨૫૯ કરોડ સામે ૮૬%ના તફાવત સાથે રુ.
૭૨૯ કરોડ નોંધાયો છે. સમગ્ર વર્ષ દરમિયાન વાર્ષિક ધોરણે અનુક્રમે રુ.૧૦,૪૭૯ કરોડ સામે ૨૯% વધીને રુ.૧૩,૫૨૫ કરોડ નોંધાયો છે. અહેવાલના અનુક્રમે ત્રિમાસીમાં કર બાદનો નફો વાર્ષિક ધોરણે રુ.૩,૮૪૫ કરોડ સામે રુ.૨૨૧ કરોડ નોંધાયો છે.(નાણા વર્ષ-૨૬ના આખરી ત્રિમાસીના પરિણામોમાં આ તફાવત તાજેતરમાં નવી મુંબઈ અને કોપર પ્લાન્ટની કાર્યરત સંપત્તિઓ પરના અવમૂલ્યનથી પ્રભાવિત થયો હતો.) . સમગ્ર વર્ષ દરમિયાન વાર્ષિક ધોરણે કર બાદનો નફો અનુક્રમે રુ.૩,૯૪૬ કરોડ સામે વર્ષ-૨૬માં રુ.૯,૨૧૫ કરોડ નોંધાયો છે.
એન્ટરપ્રાઇઝીસ હસ્તકના ઇનક્યુબેટીંગ વ્યવસાયમાં નોંધાયેલા તુલનાત્મક નાણાકીય પ્રદર્શન અનુસાર અનિલ ઇકોસિસ્ટમ અંતર્ગત વાર્ષિક ધોરણે નાણા વર્ષ-૨૫ના છેલ્લા ત્રિમાસીમાં કુલ આવક રુ.૩,૬૬૧ કરોડની તુલનામાં વર્ષ-૨૬ના સમાન સમયમાં ૪૧% વધીને રુ.૫,૧૬૮ કરોડ થઇ છે. અનુક્રમે સમગ્ર વર્ષના અંતે વાર્ષિક ધોરણે રુ.૧૪,૨૩૬ કરોડ સામે ૯% વધીને રુ.૧૫,૫૬૩ કરોડ નોંધાઇ છે. નાણા વર્ષ-૨૫ના છેલ્લા ત્રિમાસીમાં એબિડટા રુ.૧,૧૧૦ કરોડની તુલનાએ વર્ષ-૨૬ના સમાન ગાળામાં ૬% વધીને રુ.૧,૧૭૩ કરોડ હાંસલ થયો છે. સમગ્ર વર્ષમાં અનુક્રમે એબિડટા રુ.૪,૭૭૬ કરોડ સામે વર્ષ-૨૬માં વાર્ષિક ધોરણે ૫% વધીને રુ.૪,૫૩૨ કરોડ નોંધાયો છે. કર અગાઉનો નફો વર્ષ-૨૫ના આખરી ત્રિમાસીમાં રુ.૯૨૫ કરોડ નોંધાયો હતો તેની સામે વર્ષ-૨૬ના સમાન ગાળામાં રુ.૯૨૪ કરોડ નોંધાયો છે. સમગ્ર વર્ષ દરમિયાન અનુક્રમે રુ.૩,૯૫૮ કરોડ સામે ૧૩%ના તફાવત સાથે રુ.૩,૪૫૨ કરોડ નોંધાયો છે.
એરપોર્ટસના વ્યવસાયમાંથી વર્ષ-૨૫ના છેલ્લા ત્રિમાસીમાં વાર્ષિક ધોરણે કુલ આવક રુ.૨,૮૩૧ કરોડની તુલનાએ વર્ષ-૨૬માં સમાન ગાળામાં ૨૧% વધીને રુ.૩,૪૨૯ કરોડ થઇ છે. જ્યારે સમગ્ર નાણા વર્ષમાં વાર્ષિક ધોરણે અનુક્રમે ૧૦,૨૨૪ કરોડ સામે રુ.૧૩,૦૮૧ કરોડ થઇ છે. વર્ષ-૨૫ના આખરી ત્રિમાસીમાં એબિડટા વાર્ષિક ધોરણે રુ.૯૫૩ કરોડ સામે વર્ષ-૨૬ના સમાન ગાળામાં ૭૫% વધીને રુ.૧,૬૭૦ કરોડ હાંસલ થયો છે. સમગ્ર વર્ષમાં વાર્ષિક ધોરણે એબિડટા અનુક્રમે રુ.૩,૪૮૦ કરોડ સામે ૫૫% વધીને રુ.૨,૩૯૪ કરોડ હાંસલ થયો છે.
અદાણી કોનેક્ષ પ્રા.લિ.ને હૈદરાબાદમાં ૩૫૮ મેગાવોટ માટે નવો હાઇપરસ્કેલ ઓર્ડર મળતા સંચિત જોડાણ ક્ષમતા ૫૬૦ મેગાવોટથી વધુ થઈ છે. અદાણી એરપોર્ટસ હલ્ડીંગસ લિ.ની નાણાકીય વર્ષ દરમિયાન એરો અને નોન-એરો આવકમાં અનુક્રમે ૨૬% અને ૩૧% ની મજબૂત વાર્ષિક વૃદ્ધિ થઈ છે. વર્ષના આખરી ત્રિમાસી દરમિયાન ૩ નવા રૂટ અને ૨૦ નવી ફ્લાઇટ્સ ઉમેરવામાં આવી છે.
અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિ.ના માર્ગના વ્યવસાયમાં ત્રણ નવા રોડ પ્રકલ્પ તામિલનાડુના ચેન્નાઈ આઉટર રિંગ રોડ TOT પ્રકલ્પ, ગુજરાતમાં પાલનપુર-રાધનપુર-સમખાયલી NH-૨૭ TOT પ્રકલ્પ હાલ કાર્યરત છે અને બિહારમાં ગંગા પથ વિસ્તરણ દિઘા-કોઇલવાર, HAM પ્રકલ્પ ઉમેરાતા કુલ પ્રકલ્પની સંખ્યા ૨૦ થઈ છે..
કેરએજ ESG રેટિંગ્સએ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ને 83 નો ESG રેટિંગ સ્કોર આ્પ્યો છે આ રેટીંગ શ્રેષ્ઠ-ઇન-ક્લાસ ડિસ્ક્લોઝર, નીતિઓ અને પ્રદર્શન દ્વારા ESG જોખમનું સંચાલન કરવાના ક્ષેત્રમાં “લીડરશીપ” શ્રેણી દર્શાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button