અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ના નાણા વર્ષ-24 અને છેલ્લા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા

અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ના નાણા વર્ષ-24 અને છેલ્લા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા
વિત્તીય વર્ષ-24 માટે એકીકૃત EBIDTA 32% વધીને રૂ.13,237 કરોડ
આ ગાળામાં એકીકૃત PBT 56% વધીને રૂ.5,640 કરોડ
ઇન્ક્યુબેટિંગ વ્યવસાયોનો એકીકૃત EBIDTA વાર્ષિક ધોરણે 47% વધ્યો
2 GW ક્ષમતાનું ભારતનું પ્રથમ કદાવર ઇન્ગોટ-વેફર યુનિટ કાર્યરત
નાણા વર્ષ-24 વાર્ષિક ધોરણે એકીકૃત ઝલક
• EBIDTA 32% વધીને રૂ.13,237 કરોડ
• PBT 56% વધીને રૂ.5,640 કરોડ
• ANIL ઇકોસિસ્ટમ EBIDTA 4.6x વધીને રૂ. 2,296 કરોડ
• એરપોર્ટ EBIDTA 45% વધીને રૂ.2,437 કરોડ
• એર પેસેન્જર ટ્રાફિક 19% વધીને 88.6 મિલિયન થયો
વાર્ષિક ધોરણે વિત્તીય વર્ષ-24ના આખરી ક્વાર્ટરની એકીકૃત ઝલક
• નાણા વર્ષ-23ના સમાન ગાળાના રુ.3,974 કરોડના EBIDTA સામે રૂ.3,646 કરોડ (નાણા વર્ષ-23ના
આખરી ક્વાર્ટરમાં રોડ બિઝનેસમાં 3 HAM પ્રોજેક્ટ્સ માટે રૂ.1,038 કરોડનો સંચિત EBIDTA સામેલ છે)
• ઉપર મુજબ નાણા વર્ષ-23ના સમાન ક્વાર્ટરના રુ..1,554 કરોડ સામે PBT રૂ.1,322 કરોડ
• ANIL ઇકોસિસ્ટમનો EBIDTA 6.2x વધીને રૂ. 641 કરોડ
• એરપોર્ટ EBIDTA 130% વધીને રૂ. 662 કરોડ
વ્યવસાયની ઝલક
• ANIL સોલાર મેન્યુફેક્ચરિંગ વિભાગે 2 GW ક્ષમતાનું ભારતનું પ્રથમ કદાવર મોનોક્રિસ્ટલાઇન ઇનગોટ અને વેફર યુનિટ સફળતાપૂર્વક કાર્યરત કર્યું છે.
• કચ્છ કોપર લિ. હેઠળના અદાણીના કોપર યુનિટે 500 KTPA ગ્રીનફિલ્ડ કોપર રિફાઈનરી પ્રોજેક્ટ શરૂ કર્યો જે વિક્રમરુપ સમયમાં મોટા પાયે પ્રકલ્પોનું આયોજન અને અમલીકરણની અદાણી જૂથની ક્ષમતા દર્શાવે છે.
• અદાણી એરપોર્ટ્સે લખનૌ એરપોર્ટના ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ 3 નો પ્રથમ તબક્કો ખુલ્લો મૂક્યો
• AdaniConneX ની ઓર્ડરબુક 112 MW થી વધીને 210 MW થઈ
મુન્દ્રામાં અદાણીનું 500 KTPAનું કોપર યુનિટ કાર્યરત કરાયું
અમદાવાદ, મે-૨, ૨૦૨૪: અદાણી ગ્રૂપના એક અંગ અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ તા. 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને સમગ્ર વર્ષ માટેના તેના પરિણામો આજે જાહેર કર્યા છે.
ઉભરતા કોર ઇન્ફ્રા વ્યવસાયો એરપોર્ટ અને રોડને સમાવતા ANIL ઇકોસિસ્ટમ તેના ઓપરેશનલ કામકાજમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. એકંદર EBIDTA માં આ વ્યવસાયોનું યોગદાન નાણા વર્ષ-23માં 40%ની તુલનાએ વર્ષ-24 માટે સતત વધીને 45% થયું છે.
અદાણી ઉદ્યોગ સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ફરી એકવાર અદાણી એન્ટરપ્રાઇઝે ભારતમાં માત્ર પ્રીમિયર બિઝનેસ ઇન્ક્યુબેટર તરીકે જ નહીં પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં વૈશ્વિક ટોચના અગ્રણી તરીકે પણ તેની સ્થિતિને માન્ય કરી છે, AELનું ઇન્ક્યુબેશનનું સ્થિતિસ્થાપક વૃદ્ધિ મોડલ કામકાજ અને તેની સંસ્થાકીય શ્રેષ્ઠતાની ખાતરી કરે છે. આ ઉચ્ચ રેટિંગ્સ અને સંપૂર્ણ ભંડોળની વૃદ્ધિ દ્વારા સમર્થિત છે.એમ જણાવી તેમણે ઉમેર્યું હતું પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને સર્વોત્તમ કાર્યશૈલી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા વૈશ્વિક સિધ્ધીના સિમાચિહ્નો પ્રસ્થાપિત કરવા તરફનું પ્રયાણ ચાલુ રાખવા સાથે અમારા હિતધારકો માટે ટકાઉ લાંબા ગાળાના મૂલ્ય નિર્માણની ખાતરી કરે છે. અમે કોર્પોરેટ ગવર્નન્સ, ઝીણવટભર્યું અનુપાલન,મજબૂત કામગીરી અને મૂડીના અસરકારક પ્રવાહના વ્યવસ્થાપન માટે અમે હંમેશા સમર્પિત રહીએ છીએ.