ઓટોમોબાઇલ્સ

સેમસંગના ‘ફેબ ગ્રેબ ફેસ્ટ’ સાથે Samsung.com પર અને સેમસંગ એક્સ્ક્લુઝિવ સ્ટોર્સમાં સ્માર્ટફોન, ટીવી, લેપટોપ અને ડિજિટલ એપ્લાયન્સીસ પર આકર્ષક ઓફરોનું પુનરાગમન

સેમસંગના ‘ફેબ ગ્રેબ ફેસ્ટ’ સાથે Samsung.com પર અને સેમસંગ એક્સ્ક્લુઝિવ સ્ટોર્સમાં સ્માર્ટફોન, ટીવી, લેપટોપ અને ડિજિટલ એપ્લાયન્સીસ પર આકર્ષક ઓફરોનું પુનરાગમન

 

ટેબ્લેટ્સ, એસેસરીઝ અને વેરેબલ્સના ચુનંદા મોડેલો પર 77 ટકા સુધી છૂટ.

ગેલેક્સી S સિરીઝ, Z સિરીઝ અને A સિરીઝ સ્માર્ટફોન્સના ચુનંદા મોડેલો પર 64 ટકા સુધી છૂટ.

ચુનંદાં રેફ્રિજરેટર્સ સહિત ડિજિટલ એપ્લાયન્સીસ પર 48 ટકા સુધી છૂટ અને ચુનંદાં કન્વર્ટિબલ અને વિંડફ્રીTM એસી પર 47 ટકા છૂટ.

નિયો QLED 8K, નિયો QLED, QLED, OLED અને 4K UHD ટીવીના ચુનંદાં મોડેલો પર 43 ટકા સુધી છૂટ.

નવી દિલ્હી, ભારત, 2 મે, 2024: ભારતની સૌથી વિશાળ કસ્ટમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેનું સૌથી મોટું સેલ ‘ફેબ ગ્રેબ ફેસ્ટ’ની ઘોષણા કરવામાં આવી છે, જે Samsung.com, સેમસંગ શોપ એપ અને સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ પર પ્રોડક્ટોની વ્યાપક શ્રેણીમાં ઘણી બધા અસાધારણ ડીલ્સ અને આકર્ષક કેશબેક્સ ઓફર કરે છે.

‘ફેબ ગ્રેબ ફેસ્ટ’ દરમિયાન ગ્રાહકો ગેલેક્સી S સિરીઝ, ગેલેક્સી Z સિરીઝ અને ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન્સના ચુનંદા મોડેલો પર 64 ટકા સુધી છૂટ મેળવી શકે છે. ગેલેક્સી ટેબ્લેટ્સ, એસેરીઝ અને વેરેબલ્સનાં ચુનંદાં મોડેલો 77 ટકા સુધી છૂટ મળશે. ગેલેક્સી બુક 4 સિરીઝ લેપટોપના ચુનંદા મોડેલોની ખરીદી પર ગ્રાહકો 24 ટકા સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

સેમસંગ ટીવીના ચુનંદા મોડેલ, જેમ કે, ફ્લેગશિપ નિયો -QLED 8K, નિયો QLED, OLED, ધ ફ્રેમ ટીવી અને ક્રિસ્ટલ UHD સિરીઝ 43 ટકા સુધી છૂટ પર મળશે. નિયો QLED 8K, નિયો QLED અને OLED ટીવીના ચુનંદા મોડેલોની ખરીદી પર ગ્રાહકો રૂ. 20,000 સુધી બેન્ક કેશબેક મેળવી શકે છે. ઉપરાંત ગ્રાહકો સર્વ ટીવીની ખરીદી પર એક્સચેન્જ બોનસ તરીકે રૂ. 5000 સુધી લાભો મેળવી શકે છે.

‘ફેબ ગ્રેબ ફેસ્ટ’ 2024 રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન, માઈક્રોવેવ્ઝ, મોનિટર્સ અને એર કંડિશનર્સ જેવાં ઘણાં બધાં ડિજિટલ એપ્લાયન્સીસ પર ડિસ્કાઉન્ટ અને આકર્ષક કિંમતો ઓફર કરશે.

અમારા ‘બાય મોર સેવ મોર’ મંચસાથે ગ્રાહકો Samsung.com અથવા સેમસંગ શોપ એપ થકી બે કે વધુ પ્રોડક્ટોની ખરીદી પર વધુ 5 ટકા બચત કરી શકશે. ‘બાય મોર સેવ મોર’ મંચ ગ્રાહકોને ઘણી બધી સેમસંગ પ્રોડક્ટો પર બંડલ્સ ઓફર્સ માણવાની સુવિધા આપે છે.

આ રોમાંચ અહીં પૂરો થતો નથી. ગ્રાહકો પ્રીમિયમ એપ્લાયન્સીસ, જેમ કે, સાઈડ-બાય-સાઈડ રેફ્રિજરેટર, મનોહર ફ્રેન્ચ-ડોર રેફ્રિજરેટરો અને વર્સેટાઈલ ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટરોની વ્યાપક શ્રેણી પર 48 ટકા સુધી છૂટ મેળવી શકે છે. તેઓ ત્રણ કે વધુ ચુનંદી પ્રોડક્ટો ખરીદી કરીને બીસ્કોપ AI પેકેજ સાથે તેમના કિચનના અનુભવને પણ બહેતર બનાવી શકે અને વધુ 10 ટકાડિસ્કાઉન્ટ માણી શકે છે.

વોશિંગ મશીનના ચુનંદા મોડેલો 50 ટકા સુધી છૂટ પર મળશે. ઉપરાંત તેમને ફુલ્લી ઓટોમેટિક ફ્રન્ટ લોડિંગ અને ફુલ્લી ઓટોમેટિક ટોપ લોડિંગ મશીન માટે ડિજિટલ ઈન્વર્ટર મોટર પર ઉદાર 20 વર્ષની વોરન્ટી મળશે. આસાન પહોંચ માટે કિફાયતી ઈએમઆઈ વિકલ્પ પણ ફુલ્લી ઓટોમેટિક ફ્રન્ટ લોડિંગ માટે ફક્ત રૂ. 1490થી શરૂ કરતાં અને ફુલ્લી ઓટોમેટિક ટોપ લોડિંગ માટે રૂ. 990 અને સેમી-ઓટોમેટિક વોશિંગ મશીન માટે રૂ. 756થી શરૂ કરતાં ઉપલબ્ધ છે.

“અમને Samsung.com અને સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ પર બહુપ્રતિક્ષિત સમર સેલ પાછું લાવવાની ખુશી છે. ફેબ ગ્રેબ ફેસ્ટ થકી અમે અમારા ગ્રાહકો માટે બેસ્ટ ડીલ્સ અને ઓફર્સ લાવવા માગીએ છીએ. અમે બાય મોર સેવ મોર પ્રોત્સાહનજનક રીતે અપનાવવામાં આવી રહ્યું હોવાનું જોઈએ રહ્યા છીએ, જેથી આ ફેબ ગ્રેબ ફેસ્ટમાં અમે અમારા ગ્રાહકો માટે સંપૂર્ણ સેમસંગ શ્રેણી સાથે બંડલ્સ બનાવવા સાથે બંડલ પર વધુ 5 ટકા છૂટ માણવાની પણ સાનુકૂળતા વિસ્તારી છે. ગ્રાહકોની ખુશીમાં ઉમેરો કરતાં અમે ચુનંદા મોડેલો પર સેમ ડે ડિલિવરી પણ આપીશું,” એમ સેમસંગ ઈન્ડિના D2C બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ સુમિત વાલિયાએ જણાવ્યું હતું.

મોનિટરોના ચુનંદા મોડેલો 61 ટકા સુધી છૂટ પર મળશે. ઉપરાંત ગ્રાહકોને સ્માર્ટ અને ગેમિંગ મોનિટર્સના ચુનંદા મોડેલોની ખરીદી પર કોમ્પ્લિમેન્ટરી વોલ માઉન્ટ પણ પ્રાપ્ત થશે. સેમસંગ સર્વ મોનિટરો પર 3 વર્ષની વોરન્ટી અને 20 ટકા બેન્ક કેશબેક (રૂ. 10000 સુધી) પણ પૂરી પાડશે.

કન્વર્ટિબલTM એન્ડ વિંડફ્રી એસીના ચુનંદા મોડેલો 47 ટકા સુધી છૂટ પર મળશે. ગ્રાહકો વિંડફ્રીTM એસી મોડેલના બે કે વધુ યુનિટ્સની ખરીદી કરે તો વધુ 10 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ઉપરાંત આ મોડેલો પીસીબી પાર્ટ પર વિસ્તારિત વોરન્ટી સાથે આવે છે, જે 1 વર્ષની સ્ટાન્ડર્ડ વોરન્ટી વત્તા વધારાની 4 વર્ષની વિસ્તારિત વોરન્ટી ઓફર કરે છે.

આકર્ષક બેન્ક ઓફર્સના ભાગરૂપે ગ્રાહકો રૂ. 25,000 સુધી મહત્તમ કેશબેક સાથે એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને અન્ય અગ્રણી ડેબિટ અને ક્રેડિટ કાર્ડસનો ઉપયોગ કરે ત્યારે 22.5 ટકા સુધી કેશબેક પર ઉત્તમ બચત પણ અનુભવી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button