૨૪૦૦ મેગાવોટ વીજ પુરવઠો આપવા અદાણી પાવરે સરકાર સાથે કરાર કર્યા

અમદાવાદ : ખાનગી ક્ષેત્રની ભારતની વિરાટ થર્મલ વીજ ઉત્પાદક અદાણી પાવર લિ.એ બિહાર રાજ્ય વીજ ઉત્પાદન કંપની સાથે બિહારના ભાગલપુર જિલ્લાના પિરપૈન્તી ખાતે નિર્માણ થનારા ગ્રીન ફિલ્ડ અલ્ટ્રા સુપર ક્રિટિકલ પાવર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થનારી વીજળીમાંથી ૨૪૦૦ મેગાવોટ વીજ પુરવઠો પુરા પાડવા માટે ૨૫ વર્ષ માટેના પાવર સપ્લાય એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યા હોવાનું કંપનીએ આજે જણાવ્યું હતું.
ગત ઓગસ્ટ માસમાં ઉત્તર બિહાર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિ. અને દક્ષિણ બિહાર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિ.વતી અદાણી પાવર લિ.ને બિહાર રાજ્ય વીજ ઉત્પાદન કંપની દ્વારા આપવામાં આવેલા લેટર ઓફ એવોર્ડ બાદ આગળની પ્રક્રિયાનો આ ભાગ છે. અદાણી પાવરે પ્રતિ KWh રૂ.6.075ના સૌથી ઓછા સપ્લાય રેટ ઓફર કરીને આ પ્રકલ્પ હાંસલ કર્યો છે. ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓન અને ઓપરેટ (DBFOO) મોડેલ હેઠળ દરેક ૮૦૦ મેગાવોટ ક્ષમતાના ત્રણ નવા પ્રકલ્પો અને તે સંબંધી સહાયક આંતર માળખાના નિર્માણ માટે આશરે $3 બિલિયનનું રોકાણ કરવાની કંપનીની યોજના છે.
ભારત સરકારની પાવર પોલિસી હેઠળ પ્રસ્તાવિત પાવર પ્રકલ્પો માટે કોલ લિન્કેજ ફાળવવામાં આવ્યું છે. આ પ્રકલ્પના નિર્માણના વિવિધ તબક્કા દરમિયાન ૧૦ થી ૧૨,૦૦૦ અને સમગ્ર પ્રકલ્પ સંપૂર્ણ કાર્યરત થયા બાદ ત્રણ હજાર પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે. પાંચ વર્ષમાં આ પ્રકલ્પને સંપૂર્ણપણે કાર્યરત કરવાનો કંપનીનો ઇરાદો છે.
……
*બિહારને ૨૪૦૦ મેગાવોટ વીજ પુરવઠો આપવા અદાણી પાવરે સરકાર સાથે કરાર કર્યા*
અમદાવાદ,૧૩મી સપ્ટેમ્બર, ૨૦૨૫: ખાનગી ક્ષેત્રની ભારતની વિરાટ થર્મલ વીજ ઉત્પાદક અદાણી પાવર લિ.એ બિહાર રાજ્ય વીજ ઉત્પાદન કંપની સાથે બિહારના ભાગલપુર જિલ્લાના પિરપૈન્તી ખાતે નિર્માણ થનારા ગ્રીન ફિલ્ડ અલ્ટ્રા સુપર ક્રિટિકલ પાવર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થનારી વીજળીમાંથી ૨૪૦૦ મેગાવોટ વીજ પુરવઠો પુરા પાડવા માટે ૨૫ વર્ષ માટેના પાવર સપ્લાય એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યા હોવાનું કંપનીએ આજે જણાવ્યું હતું.