વ્યાપાર

અદાણી ટોટલ ગેસના નાણાકીય વર્ષ-૨૪ અને છેલ્લા ત્રિમાસિક ગાળાના પરિણામો

અદાણી ટોટલ ગેસના નાણાકીય વર્ષ-૨૪ અને છેલ્લા ત્રિમાસિક ગાળાના પરિણામો

 

વાર્ષિક ધોરણે સમગ્ર વર્ષમાં એકંદરે વોલ્યુમ 15% અને ચોથા ક્વાર્ટરમાં 20% વધ્યું

 

108 DODO/CODO સ્ટેશનો સહિત 547 સ્ટેશનો સુધી CNG નેટવર્કમાં વધારો થયો

 

PNGના વપરાશકાર ઘરો વધીને 8.20 લાખ થયા

 

નાણાકીય વર્ષ-24માં વાર્ષિક ધોરણે EBITDA 27% વધીને રુ. 1,150 કરોડ

 

બરસાના ખાતેના CBG પ્લાન્ટનો પ્રથમ તબક્કો કાર્યાન્વિત

14 રાજ્યોમાં 606 EV ચાર્જીંગ પોઇન્ટસ વિસ્તારાયા

 

 

અમદાવાદ, ૩૦ એપ્રિલ૨૦૨૪: ભારતની અગ્રણી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપની અદાણી ટોટલ ગેસ લિ. (ATGL)એ 31મી માર્ચ 2024ના રોજ પૂરા થયેલા ​​સંપૂર્ણ નાણા વર્ષ અને છેલ્લા ત્રિમાસિક સમય ગાળા માટે તેના કામકાજ અને નાણાકીય કામગીરીની આજે જાહેરાત કરી છે.

​કંપનીના એક્ઝિકયુટીવ ડાયરેકટર શ્રી સુરેશ પી. મંગલાણીએ જણાવ્યું હતું કે કંપની માટે નાણાકીય વર્ષ-24 વ્યવસાયિક કામકાજ અને નાણાકીય દ્રષ્ટીએ પરિવર્તનકારી રહ્યું છે. અમે મજબૂત નાણાકીય અને રોજીંદા કામકાજના ક્ષેત્રમાં સંગીન કામગીરી કરી વોલ્યુમમાં થયેલી 15% વૃદ્ધિના અનુસંધાને વાર્ષિક EBITDAમાં 27% વૃદ્ધિ હાંસલ કરી છે.

તેમણે કહ્યું હતું કે ભારતના ઉર્જા સંક્રમણ તરફના પ્રયાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધતા સાથે કંપની કામ કરી રહી છે અને અમારા ભૌગોલિક વિસ્તારો (GAs)માં વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને અમારા મુખ્ય CGD વ્યવસાયને અડીને આવેલા વિસ્તારોમાં વૈવિધ્યીકરણ સંબંધી કામગીરી હાથ ધરવા માટે રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. અમે કમ્પ્રેસ્ડ બાયોગેસ, ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રકિંગ અને માઇનિંગ (LTM) માટે LNGના ક્ષેત્રોમાં વ્યવસાયની નવી તકોનું સર્જન કરી રહ્યા છીએ. ક્વાર્ટર દરમિયાન કંપનીએ મથુરાના બરસાના ખાતે ભારતના સૌથી મોટા વૈવિધ્યસભર ફીડસ્ટોક-ટુ-CBG પ્લાન્ટ પૈકીના એકમાં પ્રથમ તબક્કાનો આરંભ કરી અને 23 રાજ્યોમાં અમારી ઇ-મોબિલિટી ફૂટપ્રિન્ટનો વિસ્તાર કર્યો છે. LTM સાથે આ અમારા આગામી મોટા ગ્રોથ ચાલકો છે અને અમે આ નિયો-તકોની આસપાસ એક ટકાઉ બિઝનેસ પ્લાનને ધીમે ધીમે સ્થિરતા સાથે અમલમાં મૂકી રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યુ હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button