અદાણી સ્વાસ્થ્યસંભાળ માટે વિશ્વકક્ષાની પ્રથમ એઆઈ-ઇકોસિસ્ટમ્સ બનાવશે

અદાણી સ્વાસ્થ્યસંભાળ માટે વિશ્વકક્ષાની પ્રથમ એઆઈ-ઇકોસિસ્ટમ્સ બનાવશે
’’સ્વાસ્થ્યસંભાળની વ્યાપક પધ્ધતિની નવેસરથી ડિઝાઇનની જરૂર,” ગૌતમ અદાણી:
મુંબઇ અને અમદાવાદમાં 1000 બેડની સુવિધાના અદાણી હેલ્થકેર મંદિરો સ્કેલેબલ હશે:
નવીનતા, દર્દીની સંભાળ અને એક છત હેઠળ વ્યવહારુ શિક્ષણ માટે સંસ્થાઓનું અદાણી નિર્માણ કરશે:
મુંબઇ,૧૧ જૂલાઇ ૨૦૨૫: અદાણી ઔદ્યોગિક સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ વિશ્વભરના વિખ્યાત તબીબોને સંબોધન કરતા ભારતમાં સ્વાસ્થ્ય સંભાળ માટે ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંપૂર્ણ સિસ્ટમને વ્યાપક બનાવવા તેની ફરીથી ડિઝાઇન કરવાની ભારપૂૂર્વક હિમાયત કરી છે.
મુંબઇમાં તાજ મહેલ પેલેસ હોટેલમાં એશિયા પેસિફિક (એસ.એમ.આઈ.એસ.-એપી) ની સોસાયટી ફોર મિનિમલી ઇન્વેસિવ સ્પાઇન સર્જરીની 5 મી વાર્ષિક પરિષદને સંબોધતા શ્રી ગૌતમ અદાણીએ નાગરિકોને પરવડે તેવા વિસ્તરણિય અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રેક્ટિસને જોડતી પ્રથમ એઆઈ- મલ્ટિડિસિપ્લિનરી હેલ્થકેર ઇકોસિસ્ટમ્સના નિર્માણ કરવાની યોજનાઓની વિસ્તુત રુપરેખા આપી હતી.
તેમણે કહ્યું હતું કે “આપણે અહીં આવતીકાલના ભારતની સ્વાસ્થ્ય સંભાળ માટે એક સંકલિત, બુદ્ધિશાળી, સમાવેષક અને પ્રેરિત સિસ્ટમનું નિર્માણ કરવા માટે એકત્ર થયા છીએ.”
ભારતમાં દિવ્યાંગતાના મુખ્ય કારણ તરીકે પીઠનો દુખાવો ટાંકીને શ્રી અદાણીએ ડાયાબિટીઝ અથવા હૃદયરોગ કરતાં વધુ વ્યાપક સંકટ કરોડરજ્જુનું હોવા તરફ અંગુલિ નિર્દેશ કરતા કહ્યું હતું કે જો આપણે આપણી રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાનો સંપૂર્ણ બોજ વહન કરવો હોય તો આપણે પહેલા આપણા નાગરિકોની કરોડરજ્જુને સાજી કરવી જ જોઈએ. તેમણે અહીં એકત્ર થયેલા કરોડરજ્જુના સર્જનો અને નિષ્ણાતોના વૈશ્વિક મેળાવડામાં તેમણે તબીબોને માત્ર વ્યવસાયના અગ્રણી જ નહીં બની રહેવા પરંતુ રાષ્ટ્રના નિર્માતાઓ બનવા વિનંતી કરી હતી.
શ્રી અદાણીએ અગાઉ જાહેર કરાયેલા મોટા,અદાણી હેલ્થકેર મંદિરોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે પ્રથમ અમદાવાદ અને મુંબઇમાં 1,000-બેડના સંકલિત તબીબી કેમ્પસની સ્થાપના કરવામાં આવશે. આ કેમ્પસ વિશ્વકક્ષાના અને આમ નાગરિકોને પોસાય તેવી એઆઈ-પ્રથમ હેલ્થકેર ઇકોસિસ્ટમ્સ હશે જેની રચના રોગચાળા કે કટોકટીના સંજોગોમાં ઝડપથી વિસ્તારી શકાય તેવું “મોડ્યુલર, સ્કેલેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું હશે એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે ની ડિઝાઇન,તબીબી માળખાગત અને નવીનતામાં વૈશ્વિક કુશળતા માટે નામાંકીત મેયો ક્લિનિકના માર્ગદર્શન હેઠળ તૈયાર થનારા આ કેમ્પસ ક્લિનિકલ કેર, સંશોધન અને શૈક્ષણિક તાલીમ માટેના શ્રેષ્ઠ કેન્દ્રો તરીકે સેવા આપશે. “અમે સ્વાસ્થ્ય સંભાળના ક્ષેત્રમાં પ્રવેશ એટલા માટે કર્યો ન્હોતો કારણ કે તેમાં ગતિનો અભાવ હતો. હવે અમે પ્રવેશ કર્યો કારણ કે પૂરતો વેગ ન હતો,’’એમ જણાવતા શ્રી અદાણીએ ઉમેર્યું હતું કે. “સ્વાસ્થ્ય સંભાળને વધુ અપગ્રેડ્સની જરૂર નથી. પરંતુ તેને બુદ્ધિ અને સહાનુભૂતિના મૂળમાં રહેલી ક્રાંતિની જરૂર છે.
આ ઉદ્યોગપતિએ પાંચ મુખ્ય સિદ્ધાંતો પર કેન્દ્રિત ભાવિ-તૈયાર આરોગ્યસંભાળ સિસ્ટમ માટેનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો તેમાં પરંપરાગત સાયલોઝને તોડતી સંકલિત સંભાળ, મોડ્યુલર, વિસ્તારણિય આંતરમાળખું, રોબોટિક્સ અને એઆઈ પર લક્ષિત તકનીકી રીતે સક્ષમ શિક્ષણ,નર્સિંગ અને અર્ધતબીબી તાલીમમાં વધુ મજબૂત રોકાણ અને માનવ-કેન્દ્રિત વીમા મોડેલ્સ કે જે દર્દીઓના પેપરવર્કને પ્રાધાન્ય આપતી બાબતોનો સમાવેશ થાય છે.
શ્રી અદાણીએ મેડિકલ ઉદ્યોગસાહસિકોને પણ હિંમતભર્યા એઆઈ-સંચાલિત કરોડરજ્જુના ડાયગ્નોસ્ટિક્સથી લઈને ગ્રામીણ સર્જિકલ એકમો અને રોબોટિક કરોડરજ્જુની સંભાળ માટે વૈશ્વિક કેન્દ્રો સુધીના નવા સીમાડાઓનું અન્વેષણ કરવા હાકલ કરી હતી
મુંબઇના ડાયમંડ ટ્રેડિંગથી લઈને મુન્દ્રમાં ભારતનું સૌથી મોટું ખાનગી બંદર બનાવવા સુધીની પોતાની સફરને વર્ણવતા તેમણે કહ્યું હતું કે “આજે તમે જેમની કરોડરજ્જુ બચાવો છો તે ઇજનેરનું હોય શકે જે આવતીકાલનો બંધ બનાવે છે, જે વૈજ્ઞાનિક હોય શકે, જે આગામી રસીની શોધ કરે છે, અથવા ઉદ્યોગસાહસિક હશે જે આપણી આગામી અબજ ડોલરની કંપનીને બળ આપે છે.
ભારતની આરોગ્યસંભાળ પ્રણાલીએ તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, પરંતુ પ્રચંડ પડકારો યથાવત્ છે. સરકાર અને વિશ્વ આરોગ્ય સંગઠ્ઠન સાથે જોડાયેલા વિશ્લેષણ દર્શાવે છે કે ભારત પાસે 10,000 લોકો દીઠ હાલમાં ફક્ત 20.6 ડોકટર, નર્સો અને મિડવાઇફ છે જે ડબ્લ્યુએચઓના બેંચમાર્ક 10,000 દીઠ 44.5થી ઘણો નીચે છે.આ અછત એક સંપૂર્ણ ગ્રામીણ -શહેરી અસંતુલન દ્વારા વધે છે ખાસ કરીને અનિચ્છનીય ગ્રામીણ સમુદાયોને છોડીને લગભગ 74% ડોકટરો શહેરી વિસ્તારોમાં પ્રેક્ટિસ કરે છે.