અલાયન્સ ક્લબ, દીવ્ય શક્તિ અને સન્નારી એ કર્યું 30 શિક્ષક શિક્ષિકાઓ નું સમ્માન

અલાયન્સ ક્લબ, દીવ્ય શક્તિ અને સન્નારી એ કર્યું 30 શિક્ષક શિક્ષિકાઓ નું સમ્માન
સુરત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વેડરોડ ખાતે રૂપલ સોસાયટી ની પાસે આવેલ હિંદી માધ્યમ અને લક્ષ્મી નગર સોસાયટી ખાતે આવેલ મરાઠી માધ્યમની શાળાઓમાં વિધાર્થીઓને નેં ભનાવતા 30 શિક્ષક શિક્ષિકાઓ નું શિક્ષક દીવસ નાં અવસરે અલાયન્સ ક્લબ દીવ્ય શક્તિ અને સન્નારી નાં અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં અલાયન્સ ક્લબ નાં ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અને વેડરોડ આર્ટ સિલ્ક એસોસિયેશન નાં અધ્યક્ષ ભુપેન્દ્ર ચાહવાલા ની અધ્યક્ષતામાં યોજાયો હતો, કાર્યક્રમ ની જાણકારી આપતા બિહાર વિકાસ મંડળ નાં અધ્યક્ષ તથા કામગાર યુનિયન લીડર પ્રભુનાથ પ્રસાદ યાદવે જણાવ્યું કે આ અવસરે અલાયન્સ ક્લબ નાં ભૂતપૂર્વ ડિસ્ટ્રીક ગવર્નર અલાય કમલેશ ગાંધી, ક્લબ નાં અધ્યક્ષ જગદીશ મેહતા, વનિતા મેહતા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમ માં શાળાના આચાર્ય કાશિનાથ જાધવ, પૂર્વ આચાર્ય સુતાર ગુરુજી, શ્રિનિવાસ સુત્રાવે, સામાજિક અગ્રણી રાજુભાઇ શાહ,મનોજ યાદવ, શમશેર સિંહ તથા પાર્ષદ સુવર્ણાબેન જાધવ, ઇંગ્લિશ માધ્યમની શાળાના આચાર્ય સાગર જાધવ ઉપસ્થિત રહ્યા હતા, શિક્ષક દીવસ ની ઉજવણી ની સાથે સ્થાનિક જરુરીયાત મંદ મહિલા ને પગભર થઈ જાય એના માટે શિલાઈ મશીન ભેંટ આપી હતી, ખાસ કરીને ભુપેન્દ્ર ચાહવાલા એ શિક્ષક દીવસ નાં અવસરે ઉપસ્થિત શિક્ષક શિક્ષિકાઓ નેં આજ શિક્ષક કેવા હોવા જોઈએ અને વિધાર્થી વિદ્યાર્થીનિઓને સાથે તેમનું વર્તન કેવું રહેવા જોઈએ એના પર વક્તવ્ય આપ્યું હતું.