કામરેજ વિસ્તારમાં સ્ક્વોડ ટીમની તમાકુ વિરોધી ઝુંબેશ
કામરેજ વિસ્તારમાં સ્ક્વોડ ટીમની તમાકુ વિરોધી ઝુંબેશ
બિનઅધિકૃત તમાકુ વેચાણ તેમજ જાહેર સ્થળે ધુમ્રપાન કરનારાઓ પાસેથી રૂ. ૫૨૦૦/- નો દંડ વસુલાયો
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની સ્ક્વોડ ટીમે ચોર્યાસી તાલુકાના કામરેજ વિસ્તારમાં બિનઅધિકૃત રીતે તમાકુ વેચાણ કરનારા તમાકુ વિક્રેતા-વેપારીઓ અને જાહેર સ્થળે ધુમ્રપાન કરનારાઓને સ્થળ પર જ દંડ વસુલાતની કામગીરી કરી રૂ.૫૨૦૦/- દંડ વસુલ કર્યો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઑફિસર ડો. અનિલ બી. પટેલના માર્ગદર્શન હેઠળ તમાકુ વિરોધી ઝુંબેશ હાથ ધરી ‘સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડ્ક્ટ એક્ટ- ૨૦૦૩’ ના સઘન અમલીકરણના ભાગરૂપે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જે સ્કવોડ ટીમમાં એપિડેમિક મેડિકલ ઓફિસર ડો.કૌશિક મહેતા, રાષ્ટ્રીય તમાકૂ નિયંત્રણ કાર્યક્રમના ડી.એસ.આઈ હસમુખ રાણા, સામાજિક કાર્યકર મુકેશ શ્રીવાસ્તવ, હેલ્થ સુપરવાઈઝર નિલેશ લાડ, તા.હેલ્થ સુપરવાઈઝર જીજ્ઞેશભાઈ અને પી.આઈ.એ.ડી. ચાવડા, પોલીસ વિભાગના સહકારથી દંડ વસુલાતની કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન તમાકુ વેચાણ કરતા વેપારીઓને સ્ક્વૉડ ટીમ દ્વરા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું અને નિયમોનુસાર તમાકુ વેચાણ કરતી દુકાનો પર નિયત માપ પ્રમાણે સુચના બોર્ડ લગાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી.