લાઈફસ્ટાઇલ

26 ઓગસ્ટ, “ઇન્ટરનેશનલ ડોગ ડે

26 ઓગસ્ટ, “ઇન્ટરનેશનલ ડોગ ડે”

મનુષ્યનો સૌથી વફાદાર મિત્ર એટલે કૂતરો

તેરી મહેરબાનીયા, તેરી કદરદાનીયા, કુરબાન તુજ્પે મેરી કઈ ઝીન્દગાનીયા

કૂતરા એટલે મફત માં ઝેડ પ્લસ સીક્યોરિટી આપનાર પ્રાણી

 

કૂતરા એ માણસોની સૌથી નજીક રહેતા પશુઓ છે. તેઓ માણસોને કાયમ વફાદાર રહે છે. કૂતરા એ માણસની ભાવનાઓને સારી રીતે સમજવાની ક્ષમતા ધરાવે છે. તેમની આ જ વફાદારીને મનાવવા માટે 26 ઓગસ્ટે “વર્લ્ડ ડોગ ડે” મનાવવામાં આવે છે. માણસના સૌથી પ્રિય મિત્ર તરીકે જાણીતા કૂતરા એ મનુષ્ય સાથે બિનશરતી પ્રેમ કરે છે.

“ઇન્ટરનેશનલ ડોગ ડે” મનાવવાનું ચલણ 2004 માં અમેરિકાની કોલિન પેજ એ કર્યું હતું. તે સંરક્ષણવાદી, પશુ બચાવ અધિવકતા, ડોગ ટ્રેનર અને લેખિકા છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ એ હતો કે દરેક નસ્લના કૂતરાઓને સાચવવા માટે લોકો આગળ આવે. પ્રથમ “આંતરરાષ્ટ્રીય ડોગ ડે” 26 ઓગસ્ટ, 2004 નાં રોજ મનાવવામાં આવ્યો હતો. 2013 થી ડોગ દિવસને માન્યતા મળી અને દરેક દેશોમાં આ દિવસ મનાવવાની શરૂઆત થઇ. કોલિન પેજ એ 26 ઓગસ્ટ ને જ ડોગ ડે તરીકે એટલે પસંદ કર્યું કારણ કે આ તારીખે  તેમના પરિવાર એ પોતાના પહેલા કૂતરા ‘ શેલ્ટી ‘ ને એક પશુ આશ્રય ગૃહમાંથી લાવીને અપનાવ્યું હતું. કેલીન પેજ ઘણા અન્ય નેશનલ દિવસો જેવા કે પપ્પી ડે, નેશનલ કેટ ડે, નેશનલ વાઈલ્ડ લાઇફ ડે ના સંસ્થાપક પણ છે.

કૂતરા અને વ્યક્તિના સંબંધમાં કેટલાય પ્રકારની શોધ થતી રહી છે. વૈજ્ઞાનિકોને શોધમાં જાણવા મળ્યું છે કે કૂતરાં પાળવાથી વ્યક્તિની ફિઝિકલ એક્ટિવિટી વધે છે. જેના કારણે ઑબેસિટી અને ડાયાબિટીસ થવાનું જોખમ પણ ઘટી જાય છે. આ જ કારણ છે કે કૂતરાં મનુષ્યના સારા મિત્ર હોય છે. મનુષ્યોમાં મિત્રતા પાછળ હંમેશા કોઇને કોઇ સ્વાર્થ તો હોય જ છે, પરંતુ કૂતરા કોઇ પણ બાબતે સ્વાર્થી નથી હોતા. કૂતરા નિસ્વાર્થ ભાવથી પોતાના માલિકને પ્રેમ કરતાં હોય છે અને તેના બદલે માલિક પાસેથી પણ માત્ર પ્રેમની જ આશા રાખતા હોય છે. કોઇ પણ સંકટ અથવા મુશ્કેલ સમયમાં કૂતરા પોતાના માલિકનો જીવ બચાવવા માટે પોતાનો જીવ ગુમાવવા માટે પણ તૈયાર હોય છે. કૂતરા આંખો જોઈને માણસોના હાવભાવ ઓળખી લેતા હોય છે. 1 વર્ષની ઉંમરનો કૂતરો એટલો મોટો હોય છે જેટલો 15 વર્ષનો એક બાળક હોય અને કૂતરા 2 વર્ષના બાળક જેટલા સમજદાર થઈ શકે છે અને તેઓ 150 શબ્દ પણ શીખી શકે છે. કૂતરાની સૂંઘવાની શક્તિ પણ માણસથી સુંઘવાની શક્તિ કરતા 1000 ગણા વધારે હોય છે. માદા કૂતરીઓ પોતાના ગર્ભમાં 62 દિવસ બાળકોને રાખે છે. “કૂતરાથી સાવધાન” એવી ચેતવણી પ્રાચીન રોમના એક શહેરના દરવાજા પર સૌપ્રથમ વાર લખેલી મળી હતી. કૂતરાઓનું પ્રાચીન કાળથી જ અનેરું મહત્વ છે. આપણા પૂર્વજો એમ કહેતા કે પહેલી રોટલી ગાયની અને બીજી રોટલી કૂતરાની. જેનો અર્થ હતો કે કૂતરા ફ્રી માં ઝેડ પ્લસ સિક્યોરિટી આપે છે તેથી તેમનું રક્ષણ, પોષણ કરવું એ આપણી જવાબદારી છે. મહાભારતનાં સમયમાં યુધિષ્ઠિર જયારે પોતાના ભાઈઓ અને પત્ની દ્રૌપદી સાથે સ્વર્ગ સુધી જઈ રહ્યા હતા ત્યારે ભાઈઓ અને પત્નીનાં મૃત્યુ બાદ કૂતરો જ હતો જે પહેલેથી અંત સુધી એમની સાથે રહ્યો હતો. 84 લાખ યોનિના ફેરાઓમાં કૂતરાનો જન્મ એ છેલ્લો જન્મ કહેવાય છે. વર્તમાન સમયમાં તો કૂતરા પર ફિલ્મો પણ બનવા લાગી છે. 777 ચાર્લી શ્વાનની વફાદારી પર બનેલી ફિલ્મ ઘણી ચર્ચાયેલી છે. પાલતું કૂતરાઓની સાથે સાથે શેરી, ગલીમાં રખડતા કૂતરાઓને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ કારણ કે એ તો કોઈ પણ પ્રકારનું વળતર લીધા વગર સતત સ્કીયોરીટી ગાર્ડની ભૂમિકા ભજવે છે. સ્ટ્રે ડોગ્સને પણ પાલતું કૂતરાઓની જેમ જ સાચવીને તેમને દરરોજ દૂધ અને રોટલા ખવડાવવા જોઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button