શિનોરના સાધલી ગામે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા સુંદરકાંડના મહાપાઠનું સુંદર આયોજન

શિનોરના સાધલી ગામે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા સુંદરકાંડના મહાપાઠનું સુંદર આયોજન
શિનોર તાલુકાના સાધલી મુકામે ક્ષત્રિય યુવકો દ્વારા વિશિષ્ટ રીતે સુંદરકાંડનો મહાપાઠ સાથે મહાપ્રસાદી નો લાભ આપ્યો હતો. શિનોર તાલુકાના સાધલી મુકામે ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા તારીખ 14 એપ્રિલ 2026 ના રોજ સંગીતમય સુંદરકાંડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય શ્રી ધવલકુમારજીના સ્વ કંઠે ગવાયેલ આ સંગીતમય સુંદરકાંડ મહાપાઠ નું કોઈપણ જાતના વધારાના ખર્ચા સિવાય તેઓની લાઈવ રેકોર્ડિંગ કેસેટ સાથે ગ્રામજનોએ રસપાન કર્યું હતું. અને ત્યારબાદ તમામ શ્રોતાઓ સહિત હાજર ભક્તો એ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન તાજેતરમાં જ હનુમાન જન્મોત્સવ નો ભવ્ય કાર્યક્રમ ગ્રામજનોના સહકારથી સફળતાપૂર્વક સંપન્ન કરનાર યુવાનો જશપાલ ગોહિલ, અલ્પેશ ગોહિલ, દિનેશ જાદવ, દેવેન્દ્ર તથા યુવા કાર્યકરોએ કર્યો હતો.



