સુરત RTOનાં નામે ખાનગી નંબર પરથી આવતા ફેક વૉટ્સઅપ મેસેજ્થી સાવધાન: વાહન પરિવહનના નામે મોકલાતી લિંક પર ક્લિક કરવું નહી

સુરત RTOનાં નામે ખાનગી નંબર પરથી આવતા ફેક વૉટ્સઅપ મેસેજ્થી સાવધાન: વાહન પરિવહનના નામે મોકલાતી લિંક પર ક્લિક કરવું નહી
વાહન પરિવહન પોર્ટલ પર વાહન નંબર સહિતની વિગતો ભરી ચલણની વિગતો મેળવી ઓનલાઈન પેમેન્ટ પણ શક્ય
સુરત RTO વિભાગ દ્વારા વાહનમાં ચલણ ભરવા માટે વાહનવ્યવહાર વિભાગની અધિકૃત વેબસાઈટનો ઉપયોગ કરવા અનુરોધ
સુરત આર.ટી.ઓના નામે સુરતથી નોંધણી પામેલા વાહન ચાલકોને વાહન પરિવહનના નામે વૉટ્સઅપ મેસેજ કરવામાં આવી રહ્યા છે. જેમાં વાહન પરિવહન પોર્ટલના નામથી લિંક મોકલવામાં આવે છે. આ અંગે આર.ટી.ઓ વિભાગ દ્વારા ક્યારેય વૉટ્સઅપ મેસેજ કરવામાં આવતા નથી. વાહન પરિવહન પોર્ટલ પર રજિસ્ટર્ડ વાહન નંબર અને અન્ય વિગતો એન્ટર કર્યાબાદ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવતા OTP એન્ટર કરીને વાહન પરના ચલણની વિગતો મેળવી શકાય છે. જેનું ઑનલાઈન પેમેન્ટ ઈ-ચલણ પોર્ટલ પર જ કરી શકાય છે. જેથી કોઈ પણ ખાનગી નંબર પરથી વાહન પરિવહનના નામે વૉટ્સઅપ મેસેજ આવે અને એમાં લિંક મોકલવામાં આવે તો એ લિંક પર ક્લિક કરવું નહીં. આવી કોઈ પણ લિંક કે વૉટ્સઅપ મેસેજ સુરત RTO વિભાગ દ્વારા મોકલવામાં આવતો નથી. તથા વાહનમાં ચલણ ભરવા માટે વાહનવ્યવહાર વિભાગની અધિકૃત વેબસાઈટનો ઉપયોગ કરવા પ્રાદેશિક વાહનવ્યવહાર વ્યવહાર અધિકારી, સુરતની યાદીમાં જણાવાયું છે.