સિદ્ધપુરમાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
ગોકુલ મિલ ખાતે ભાજપ સિધ્ધપુર વિધાનસભા અને જિલ્લા ભાજપ દ્વારા આયોજિત દિવાળી અને નુતન વર્ષ સ્નેહ મિલન સમારોહ માનનીય કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયું, સમાજના સૌ અગ્રણીઓ અને આગેવાનો સાથે શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વમાં દેશ ને એક નવી દિશા મળી છે ખાસ કરીને યુવાનો અને મહિલાઓને તેમના કૌશલ્યને બહાર લાવવાની અને દેશના વિકાસમાં ફાળો આપવાની તક મળી છે જેના કારણે ભારત દેશનો દરેક ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે. આપણે જૂના વર્ષને વિદાય આપીએ છીએ અને નવા વર્ષનું સ્વાગત કરીએ છીએ, જ્યારે આપણે આ નવી સફર શરૂ કરીએ ત્યારે એકતા અને એકતાની ભાવના પ્રવર્તે. ચાલો આપણે આપણા માર્ગમાં આવતા પડકારોને સ્થિતિસ્થાપકતા અને નિશ્ચય સાથે સ્વીકારીએ, ગુજરાત રાજ્ય તેના તહેવારોના વાઇબ્રન્ટ રંગોની જેમ ઝળહળતું રહે. આશા, ખુશી અને સફળતાથી ભરેલા નવા વર્ષની શુભેચ્છા. આવનારું વર્ષ આપણા સૌ પર અસંખ્ય આશીર્વાદોથી ભરેલું રહે તેવી શુભકામનાઓ.
આ પ્રસંગે દશરથજી ઠાકોર જિલ્લા ભાજપ પ્રમુખ, નંદાજી ઠાકોર ઉપાધક્ષ્ય પ્રદેશ ભાજપ, અશોકભાઈ જોષી જિલ્લા લોકસભા પ્રભારી, કે.સી.પટેલ પૂર્વ મહામંત્રી પ્રદેશ ભાજપ, સ્થાનિક સંસ્થાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, આગેવાનો, જીલ્લા, તાલુકા, શહેર ભાજપ સંગઠન હોદ્દેદાર પદાધિકારીઓ તેમજ કાર્યકર મિત્રો હાજર રહ્યા હતા.