ગુજરાત
ફ્રીડમ ડે કેર સેન્ટર ધોળકામાં મનોદિવ્યાંગ બાળકો માટે દિવાળીની ઉજવણી
ફ્રીડમ ડે કેર સેન્ટર ધોળકામાં મનોદિવ્યાંગ બાળકો માટે દિવાળીની ઉજવણી.
ફ્રીડમ ડે કેર સેન્ટર ધોળકા દ્રારા તા.11નવેમ્બર, શનિવાર ના રોજ સાંજે 5:00 થી 7:00 મા ફ્રિડમ ડે કેર સેન્ટર પર સંસ્થા નાં મનોદિવયાગ વિદ્યાર્થી ઓ માટે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો, વાલીગણ તથા સ્ટાફે ફટાકડા -ગીફ્ટ-ભાજીપાંઉ -પુલાવ – છાસનો આનંદ માણ્યો હતો
વોકેશનલ પ્રોડક્ટ ના લાભાર્થીઓ ને કેશ બોનસ- અને દરેક બાળકોને ગિફ્ટ તથા દિવા આપી અનોખી ઉજવણી સંસ્થા ના પ્રમુખ શ્રી ભાવિન પરમાર , ગૌરાંગી ગોહિલ, સુરેશભાઈ, મહેન્દ્રભાઈ તથા સંસ્થા પરીવાર દ્રારા કરવામાં આવી હતી.
દિવાળી ઉજવણીના અંતે સંસ્થા પ્રમુખ શ્રી ભાવિન પરમાર દ્વારા સૌને દિવાળીની અને નવાવર્ષ ની શુેચ્છાઓ પાઠવી હતી.