કૃભકો પ્લાન્ટ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ 2024 ની ઉજવણી

કૃભકો પ્લાન્ટ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ 2024 ની ઉજવણી
કૃભકો પર્યાવરણ બચાવવા માટે પ્રતિબદ્ધ છે અને તેની સામાજિક જવાબદારીઓના ભાગરૂપે વિવિધ પગલાં લઈ રહ્યુ છે. આ વર્ષે 5મી જૂન 2024ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શ્રી પી. ચંદ્ર મોહન, પ્લાન્ટ હેડ- કૃભકો, ડૉ. જીજ્ઞાસા ઓઝા, પ્રાદેશિક અધિકારી (GPCB), સુરત અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં કૃભકો પ્લાન્ટ અને તેની આસપાસના વિસ્તારોના ગામડાઓમાં વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃભકો દ્વારા પર્યાવરણીય મુદ્દાઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્લાન્ટના કર્મચારીઓ માટે પોસ્ટર મેકિંગ, સ્લોગન લેખન અને નિબંધ લેખન જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ઘણા કર્મચારીઓએ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને વિજેતાઓને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યા હતા.