વ્યાપાર

કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ 2030 સુધીમાં નેટ ઝીરો બનવાના પ્રયત્નોને વેગ આપી રહી છે

  • કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ 2030 સુધીમાં નેટ ઝીરો બનવાના પ્રયત્નોને વેગ આપી રહી છે
  • છેલ્લા ચાર વર્ષોમાં સંભવિત ગેસ ફ્લેરીંગમાં 60%થી વધુનો ઘટાડો કર્યો 
  • ઓપરેશન આધારિત જંગી વૃક્ષ અને મેન્ગ્રુવ્સના વાવેતરથી 2,835 ગ્રીનબેલ્ટમાં કાર્બનમાં નોંધપાત્ર ઘટાડો થયો, જેમાં 458 એકર્સમાં મેન્ગ્રુવ્સનું વહેલેથી જ વાવેતર કરવામાં આવ્યુ છે
  •  કચરામાંથી ઉર્જા અને CCUS માટે ઓછા કાર્બનવાળી ટેકનોલોજીકલ ઉકેલની શોધ કરે છે

નવી દિલ્હી, 4 જૂન 2024: વેદાંતા ગ્રુપનો એક ભાગ અને ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની ઓઇલ અને ગેસ એક્સપ્લોરેશન કંપની કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ E&P વેલ્યુ ચેઇનમાં પર્યાવરણીય, સામાજિક અને કોર્પોરેટ ગવર્નન્સ (ESG)નેતૃત્ત્વમાં અગ્રેસર બનીને 2030 સુધીમાં નેટ ઝીરો બનવા માટે સજ્જ છે.

બહુપક્ષીય વ્યૂહરચનાના ભાગરૂપે કેઇર્નના ESG યોજના પરના ફોકસમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો, રિન્યુએબલ સ્ત્રોતોનો લાભ ઉઠાવીને, કુદરત આધારિત કાર્બન ઉકેલોનો લાભ ઉઠાવીને અને નવીનતાઓ જેમ કે કચરામાંથી ઉર્જા, કાર્બન કેપ્ચર યુટિલાઇઝેશન અને સ્ટોરેજ (CCU)અન્યો ઉપરાંત સમાવેશ થાય છે. આ સાથે, કેઇર્નએ 2030 સુધીમાં નેટ ઝીરો તરીકે ઉભરી આવવાના પોતાના વિઝને વધુ ઝડપી બનાવ્યુ છે.

કાર્બન આધઝારિત કુદરત ઉકેલો મારફતે જમીન રિસ્ટોરેશન

ચાલુ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ જમીન રિસ્ટોરેશન, રણ બનતુ અટકાવવા અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતાના નિર્માણ પર કેન્દ્રિત છે. કેઇર્નની જૈવવિવિધતા સંરક્ષણ પહેલ અને પ્રકૃતિ પુનઃસ્થાપન પ્રવૃત્તિઓ રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં તેના ઓપરેશનલ વિસ્તારોમાં ફેલાયેલી છે.

• કેઇર્ન 2030 સુધીમાં 2 મિલીયન વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ધાર ધરાવે છે.

• આંધ્રપ્રદેશના રવ્વાને ગતિશીલ ભેજવાળી અને 86 એકર્સમાં મેન્ગ્રુવ્સમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.

• રાજસ્થાનના બાડમેરમાં, કેઇર્નએ 0.2 મિલીયન વૃક્ષોનું 988 એકરની જંગલની જમીનમાં વાવેતર કર્યુ છે અને થાર ઇકોસિસ્ટમમાં 15,000 છોડ સાથે ખેજરી (પ્રોસોપિસ સિનેરીયા)ને પુનઃસજીવન કર્યા છે. રાજસ્થાનમાં કુલ 1600 એકરને ગ્રીનબેલ્ટ આવરી લે છે.

• ગુજરાતના દરિયા કિનારાને 372 એકરના મેન્ગ્રુવ જંગલ સાથે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.

રિન્યુએબલ ઉર્જા પ્રાપ્ત કરવી અને કાર્બન હાજરીમાં ઘટાડો કરવો

પર્યાવરણીય અસરને ઘટાડવા માટે ઓછા કાર્બન ગમનને પ્રાપ્ત કરવા માટે કેઇર્ન તેના ઉર્જા પોર્ટફોલિયોને વધારવાની સાથે પોતાની પ્રવૃત્તિઓને ડિકાર્બનાઇઝ કરવા માટે વિવિધ પહેલોનું અમલીકરણ કરી રહી છે.

• કંપનીએ 2030 સુધીમાં 70 મેગાવોટ સુધીની રિન્યુએબલ ઉર્જાનો સ્ત્રોત કરવાની યોજના બનાવી છે, જેમાં 25 મેગાવોટ માટે રિન્યુએબલ પાવર ડિલિવરી કરાર FY25માં શરૂ થવાનો છે.

• સમગ્ર રાજસ્થાન અને ગુજરાતના ઓપરેશનલ સાઈટ પર સોલાર રૂફટોપ સ્થાપિત કર્યું.

• ફ્લેર ગેસના ઘટાડામાં નોંધપાત્ર પ્રગતિને કારણે છેલ્લા ચાર વર્ષમાં સંભવિત ગેસ ફ્લેરિંગની તીવ્રતામાં 60% ઘટાડો જોવા મળ્યો છે.

• કેઇર્ન પહેલેથી જ 1.15ની NPWI સાથે નેટ વોટર પોઝિટિવ કંપની છે. કંપની 96%થી વધુ ઉત્પાદિત પાણીને રિઇન્જેક્શન દ્વારા રિસાયક્લિંગ કરી રહી છે.

• પ્રેશરાઇઝ્ડ ઓક્સિકોમ્બસ્ટર ટેક્નોલોજી દ્વારા પાવર જનરેટ કરવા લિન ગેસ, C02 સમૃદ્ધ ગેસ, ઘન કચરો અને અન્ય ઔદ્યોગિક કચરાનો ઉપયોગ કરવા માટે ‘વેસ્ટ ટુ પાવર’ પ્રોજેક્ટ પર સંભવિતતા અભ્યાસ હાથ ધર્યો. પરિણામી CO2 ગેસનો વધુ ઉપયોગ ઓઇલ પુનઃપ્રાપ્તિ માટે કરી શકાય છે.

• અન્ય પહેલોમાં સીએનજી પ્લેયર્સ માટે ગેસની બોટલિંગ અને કેસ્કેડીંગ, સેટેલાઇટ ક્ષેત્રોથી પાઇપલાઇન દ્વારા ટર્મિનલ સુધી ગેસનું પરિવહન, રિસાયકલ ગેસ કોમ્પ્રેસરને ઑપ્ટિમાઇઝ કરવું, ટર્મિનલ્સમાં ફ્લેરિંગ ઘટાડવા માટે ઇજેક્ટરની સ્થાપના અને વ્યાપક એસેટ મેનેજમેન્ટ માટે ડિજિટલ ટ્વીન ટેક્નોલોજીનો ઉપયોગ સામેલ છે.

કેઇર્ન ઓઇલ એન્ડ ગેસના ડેપ્યુટી સીઇઓ ડૉ. સ્ટીવ મૂરેના અનુસાર, “ભારતમાં સૌથી મોટી ખાનગી ઓઇલ અને ગેસ ઉત્પાદક તરીકે કેઇર્ન,અમે જે વિસ્તારોમાં કામ કરીએ છીએ તેવા પર્યાવરણ અને સમુદાયોમાં સકારાત્મક અસર લાવવા માટેનું નેતૃત્ત્વ લેવાનો ગર્વ અનુભવે છે. અમારા ડિકાર્બનાઇઝેશન અને પર્યાવરણીયો પહેલો નવીનતા અને અમારા સમર્પિત પ્રયત્નો સાથેની ટેકનોલોજી મારફતે 2030 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ્સ બનવા સાથે મેળ ખાય છે.”

કેઇર્ન આબોહવા પરિવર્તન શમનમાં પોતાની ઓપરેશનલ કામગીરીમાં વિસ્તાર કરવા માટે પ્રતિબદ્ધ છે અને વધુમાં પ્રોસેસ ઇષ્ટતમતા, સુધારેલી વિશ્વસનીયતા અને ઓછી કાર્બન ટેકનોલોજીઓ મારફતે ઉત્સર્જનને ન્યૂનતમ બનાવવાનું વિચારી રહી છે. 2030 સુધીમાં નેટ ઝીરો તરીકે ઉભરી આવવાની બહુપક્ષીય લાંબા ગાળાની વ્યૂહરચના નવી તકો શોધતી ચોક્સાઇપૂર્વકની યોજનાથી સમર્થિત છે.

કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ વિશે

વેદાંતા લિમીટેડનો ભાગ એવી કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ, ભારતની સૌથી મોટી ખાનગી ઓઇલ અને ગેસ એક્સપ્લોરેશન અને ઉત્પાદન કંપની છે, જે ભારતના સ્થાનિક ક્રૂડ ઓઇલ ઉત્પાદનમાં એક ક્વાર્ટર કરતાં વધુ યોગદાન આપે છે અને ભારત માટે ટકાઉ અને જવાબદાર રીતે ઊર્જા સુરક્ષાને આગળ ધપાવે છે.

 

વૈશ્વિક-કક્ષાના સંસાધનોના આધાર સાથે, કંપની 1.4 અબજ boeગ્રોસ 2P (ગ્રોસ પ્રોવ્ડ પ્લસ પ્રોબેબલ રિઝર્વ) અને 2C (ગ્રોસ કન્ટીજન્ટ રિઝર્વ) સાથે 60,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા 62 બ્લોક્સમાં રસ ધરાવે છે. એક્સપ્લોરેશન અને ઉત્પાદનમાં અગ્રણી, કેઇર્નએ ઉચ્ચ પુરસ્કારની સંભાવનાઓ સાથે ટેકનોલોજીકલ નવીનતાનું નેતૃત્વ કર્યું છે. કંપની રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ગુજરાત અને આસામમાં સંપત્તિનું ઉત્પાદન કરે છે. છેલ્લા 30 વર્ષોમાં, કેઇર્ન અસંખ્ય શોધો સાથે ચાર સરહદી બેસિન ખોલ્યા છે. કંપની ભારતની હાઇડ્રોકાર્બન સંભવિતતામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરતા 46 એકસાથે શોધાયેલ પ્રોજેક્ટ બ્લોક્સ સાથે ભારતમાં સૌથી મોટો સંશોધન પ્રોજેક્ટ ચલાવી રહી છે.

વેદાંતા લિમિટેડ વિશે

વેદાંતા લિમિટેડ (“વેદાંતા”), વેદાંત રિસોર્સ લિમિટેડની પેટાકંપની, ઓઇલ અને ગેસમાં નોંધપાત્ર કામગીરી સાથે ભારત, દક્ષિણ આફ્રિકા, નામિબિયા, લાઇબેરિયા, યુએઈ, કોરિયા, તાઇવાન અને જાપાનમાં ફેલાયેલી વિશ્વની અગ્રણી કુદરતી સંસાધન કંપનીઓમાંની એક છે, તેની સાથે ઝિંક, લીડ, સિલ્વર, કોપર, આયર્ન ઓર, સ્ટીલ, નિકલ, એલ્યુમિનિયમ, પાવર અને ગ્લાસ સબસ્ટ્રેટ અને સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ગ્લાસમાં ઍક્સેસ ધરાવે છે. બે દાયકાથી, વેદાંતા રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. ગવર્નન્સ અને ટકાઉ વિકાસ એ વેદાંતની વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે, જેમાં આરોગ્ય, સલામતી અને પર્યાવરણ પર મજબૂત ફોકસ છે. વેદાંતાએ પ્રાકૃતિક સંસાધન ક્ષેત્રમાં ESG લીડર બનવા માટે એક વ્યાપક માળખું તૈયાર કર્યું છે, 2050 અથવા તેનાથી વહેલા કાર્બન ઉત્સર્જનને નેટ શૂન્ય સુધી ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે અને આ સંક્રમણને વેગ આપવા માટે આગામી 10 વર્ષમાં $5 બિલિયન ખર્ચવાનું લક્ષ્ય રાખે છે. પાછુ આપવું એ વેદાંતાના ડીએનએમાં છે, જે સ્થાનિક સમુદાયોના જીવનને વધારવા પર કેન્દ્રિત છે. અનિલ અગ્રવાલ ફાઉન્ડેશન, વેદાંતની સામાજિક પહેલ માટેનું છત્ર એકમ, વિવિધ સામાજિક પ્રભાવ કાર્યક્રમો અને તેના મુખ્ય પ્રોજેક્ટ, નંદ ઘર સમગ્ર ભારતમાં મોડેલ આંગણવાડીઓની સ્થાપના કરવા માટે આગામી પાંચ વર્ષમાં રૂ. 5000 કરોડનું વચન આપ્યું છે. વેદાંતા લિમિટેડને ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી વર્લ્ડ ઈન્ડેક્સ 2022માં લિસ્ટીંગ કરવામાં આવ્યું છે, કોર્પોરેટ ગવર્નન્સ 2022માં શ્રેષ્ઠતા માટે ગોલ્ડન પીકોક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અને 2023માં કામ કરવા માટે એક સુદર સ્થળ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે. વેદાંતા લિમિટેડ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે.

વધુ માહિતી માટે કૃપા કરીને મુલાકાત લોwww.cairnindia.com / www.vedantalimited.com

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button