રિંગરોડ પર સિલીંગના વિરોધમાં વેપારીઓ દ્વારા ચક્કાજામ
રિંગરોડ પર સિલીંગના વિરોધમાં વેપારીઓ દ્વારા ચક્કાજામ
રાજકોટ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટી અંગે શરૂ થયેલી ઝુંબેશમાં હજારો કામ-ધંધાના સ્થળોને સીલ મારી દેવાતા વહીવટી તંત્ર સામે ચારેય બાજુથી રોષ છાટી નીકળ્યો છે. ત્યારે ટેક્સટાઈલ્સ માર્કેટોમાં વેપાર કરતાં વેપારીઓની હજારો દુકાન સીલ કરી દેવાના વિરોધમાં આજે સેંકડો વેપારીઓએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરતાં રિંગરોડ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. વેપારીઓ એકાએક રસસ્તા પર આવી આંદોલન શરૂ કરતો ભારે ધમાચકડી મચી જવા પામી છે અને પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજયભરમાં સુરક્ષાના કારણે ફાયર સેફ્ટી ઉપરાંત બીપુસી અંગે શરૂ કરાયેલી ઝુંબેશમાં હજારો સ્થાળી પર – સીલ લાગી જતા લાખો લોકોના પંધા-કારોબાર થપ્પ થઈ ગયા છે. સુરતમાં પણ એક “કેમાં હજાર જેટલા દેવાયા છે. શાળા, કોલેજ, માર્કેટો, ગેમઝોન ફૂડ કોર્ટ, હોટલો, રેસ્ટોરન્ટી, જીમ, શોપિંગ સેન્ટર, સિનેમા ઘરો જેવા જાહેર સ્થળો પર હાયર સેફટીના અભાવ તથા બીયુસી ન હોવાના કારણે સીલ કરી દેવાયા છે અને રોજેરોજ વિવિધ સંગઠનો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે. સુરત શહેરના રિંગરોડ સ્થિત ૧૮ જેટલી માર્કેટ- ની હજારો દુકાનો ઘણાં દિવસોથી સીલ કરી દેવામાં આવી છે. ઘણાં દિવસોથી વેપારીઓ ધંધો ગુમાવી રહ્યાં છે અને આ અંગે મેયર દક્ષેશ માવાણીને પણ રજૂઆતો કરવામાં આવી છે. અલબત્ત કોઈ ઉકેલ નહીં આવતા રોષે ભરાયેલા સેંકડો વેપારીઓ આજે સવારે મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટમાં ફોસ્ટાની ઓ- ફીસ પર એકત્ર થયા બાદ એકાએક સડક પર ઉતરી આવતાં રસ્તા પર ટ્રાફીક જામના દૃશ્યો સર્જાતા તાબડતોબ પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.