રાજનીતિ
બાળ વિદ્યાર્થીઓએ પોસ્ટરો બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો

બાળ વિદ્યાર્થીઓએ પોસ્ટરો બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો
ન્યુ સિટીલાઈટ સ્થિત રંગ એકેડેમીના સંચાલક અમીબેન દાનેચા (લીલાવાલા)ના માર્ગદર્શન અને પ્રોત્સાહન હેઠળ ૪૫ બાળકો- વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ, વોટ ફોર બેટર ઇન્ડિયા, બેટી બચાવો, બેટી પઢાઓ, પ્રદૂષણ નિયંત્રણ માટે લોકજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી પોસ્ટરો બનાવી સામાજિક સંદેશો આપ્યો હતો. ખાસ કરીને એકેડેમીના ૪ થી સોળ વર્ષની વયના બાળ વિદ્યાર્થીઓએ આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને વધુમાં વધુ મતદાન થાય એવો સંદેશ આપતા આકર્ષક પોસ્ટરોનું ચિત્રણ કર્યું હતું.