ગુજરાત

જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા કામધેનુ યુનિવર્સિટિના સહકારથી ‘પ્રાણી કલ્યાણ’ પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરુ

જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા કામધેનુ યુનિવર્સિટિના સહકારથી ‘પ્રાણી કલ્યાણ’ પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરુ

 20 ઓક્ટોબરે નોંધણીની અંતિમ તારીખ

જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા કામધેનુ યુનિવર્સિટિના સહકારથી ‘પ્રાણી કલ્યાણ’ પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરુ કરવામાં આવ્યો છે. જે કોઈ વ્યક્તિ પ્રાણીઓ, પ્રકૃતિ અને મનુષ્યના સહઅસ્તિત્વને સ્વીકારતા હોય, પ્રાણી કલ્યાણ અંગેની મૂળભૂત સમજ કેળવવા ઇચ્છતા હોય અને પ્રાણી કલ્યાણની કાયદાકીય જોગવાઈઓથી પરિચિત થવા માંગતા હોય તેવા તમામ માટે આ અભ્યાસક્રમ શરુ કરવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમ વર્ષમાં બે વખત નવેમ્બર અને ફેબ્રુઆરી મહિનામાં નવરંગપુરા, અમદાવાદ ખાતે 1 માસ (પ્રત્યેક શનિવાર અને રવિવાર 2 કલાક) ચલાવવામાં આવશે.

આ અભ્યાસક્રમની પ્રથમ બેચ તા. 9 નવેમ્બરથી શરુ કરવામાં આવશે. ધોરણ 10 કે તેથી વધુનો અભ્યાસ ધરાવતા વિદ્યાર્થીઓ તથા પ્રાણીકલ્યાણની પ્રવૃતિમાં સંકળાયેલા નાગરિકો આમાં ભાગ લઇ શકે છે. અભ્યાસના અંતે હેતુલક્ષી પરીક્ષામાં લઘુત્તમ 40% માર્કસ પ્રમાણપત્ર મેળવવા ફરજિયાત રહેશે. પ્રવેશ સંખ્યા 25 જ લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે અરજીની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર પહેલા રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. આ અભ્યાસક્રમની ફીસ 1000 રૂપિયા રાખવામાં આવી છે. આ અંગે વધુ માહિતી માટે ઈ મેઈલ – education@jivdayatrust.org અથવા મો. 99244 19194 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button