ગુજરાત
સુરતમાં આદિવાસી સંસ્કૃતિ અને વિવિધ યોજનાઓની થીમ સાથે ગણેશ વિસર્જન

સુરતમાં આદિવાસી સંસ્કૃતિ અને વિવિધ યોજનાઓની થીમ સાથે ગણેશ વિસર્જન
સુરત આમ તો વિવિધતાઓ માટે જાણીતું છે. સુરતીઓ ગણેશજીની સ્થાપના સાથે વિસર્જન જુદા જુદા થીમ પર કરીને અનેરું આકર્ષણ જમાવતા હોય છે.
સુરત રહેતા વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા ગણેશજીની અનોખી વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસીઓની વિશાળ હાજરીમાં આદિવાસી સંસ્કૃતિ સાથે વિસર્જન યાત્રા વિજય ડેરી, ગુજરાત ગેસ સર્કલ, અડાજણ થી પાલ તળાવ સુધી યોજાઈ હતી. પરંપરાગત આદીવાસી વેશભૂષા, ડાંગી નૃત્ય, તુર નૃત્ય, ઘેરિયા, તારપા નૃત્ય સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી હતી. સાથે વિસર્જન યાત્રામાં એક પેડ માં કે નામ, નો ડ્રગ્સ, પ્રકૃતિ બચાવો, save mother earth, Cach the Rain જેવા વિષયોની કૃતિ સાથે લોકોને જાગૃત પણ કરાયા હતા.