લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા વિરુદ્ધ પાલિકા કમિશનરને ફરિયાદ

લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા વિરુદ્ધ પાલિકા કમિશનરને ફરિયાદ
સુરત મહાનગરપાલિકા અંતર્ગત લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા બાંધકામ બાબતે દલાલોને હાથો બનાવી હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલને કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી લિંબાયત ઝોન વિસ્તારમાં રહે છે અને તેઓ પોતાના પરિવાર સાથે રહેવા માટે ઘર બનાવી રહ્યા છે. તેઓની ફરિયાદ મુજબ લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા ઝોનમાં પડ્યા પાથર્યા રહેતા પરવાના અને સમીર નામક દલાલને મોકલી વારંવાર હેરાન પરેશાન કરી રહ્યા છે તેમજ ગેરકાયદેસર રીતે રૂપિયાની માંગણી કરાતા મ્યુનિસિપલ કમિશનરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસ પહેલા લિંબાયત ઝોનનાં જ એક ડેપ્યુટી ઈજનેરે દલાલ મારફતે એક કોન્ટ્રાક્ટરને ધમકી આપી હતી જેની સુરત મહાનગરપાલિકામાં ખૂબ ચર્ચા થઈ હોવાનું લિબાંયત ઝોનના વર્તૂળમાંથી જાણવા મળી રહ્યુંછે.