ક્રાઇમ

કોન્ટ્રાક્ટરની બિલ્ડર સાથે છેતરપિંડી

કોન્ટ્રાક્ટરની બિલ્ડર સાથે છેતરપિંડી
બનાવટી દસ્તાવેજોના આધારે મિલકત પર ગેરકાયદે કબજો કરી લેવાયો!
સુરત : સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં બિલ્ડર સાથે કામ કરતા સહ કોન્ટ્રાક્ટરે બિલ્ડર સાથે વિશ્વાસઘાત કરી લાખોની મિલકત પચાવી પાડી ખોટું પઝેશન લેટર બનાવ્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવટી દસ્તાવેજો ના આધારે ઓફિસ અને ગોડાઉન ઉપર કબજો જમાતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. પોલીસે આ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત શહેરના બેગમપુરા વિરમગામની સ્ટ્રીટ પાસે રહેતા 35 વર્ષીય સાદાબહુસેન શેખ જેઓ કન્ટ્રક્શન અને ડેવલપર્શના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા છે. સાદાબહુસેનએ વર્ષ 2017માં પોતાના ઘર પાસે જ બાગ એ મહેમુદ નામનું એપાર્ટમેન્ટ બનાવ્યું હતું. આ કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર 44 વર્ષીય મોહમ્મદ જાવેદ અબ્દુલ કાદર ધોબી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. જેને પગલે આ એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આવેલ ઓફિસની ચાવી પણ આરોપી મહંમદ જાવીદ ધોબી પાસે જ રહેતી હતી. આ દરમિયાન મોહમ્મદ જાવિદની નિયતમાં ખોટ આવતા તેણે ઓફિસમાં રાખવામાં આવેલ બિલ ચલણ અને લેટરપેડ સહિતના ડોક્યુમેન્ટ્સનો પોતાના અંગત કામમાં ગેરકાયદેસર રીતે ઉપયોગ કરીને બાગ એ મહેમુદ એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આવેલ ઓફિસ વાળી મિલકત પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. સાદાબહુસેનના નામના ખોટા લખાણ કરીને મિલકત પચાવી પાડવાનું કાવતરું રચ્યું હતું. જે અંગે સાદાબ હુસેનને જાણ થતા તેઓએ આ અંગેની જાણ સલામતપુરા પોલીસ મથકમાં આ સંદર્ભ ની જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી તપાસમાં મિલકત કબજે કરવા માટે મહંમદ જાવીદે કાવતરા પૂર્વક દસ્તાવેજમાં છેડછાડ કરી છે. આ સમગ્ર મામલો સામે આવતા સલાબતપુરા પોલીસે આઈપીસીની કલમ 465, 467, 468, 447, 120-બી નો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. બનાવની વધુ તપાસ સલાબતપુરાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આઇ. મકરાણી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button