કરજણમાં LCBનો સપાટો: ₹22.11 લાખના દારૂ સાથે આઇસર ઝડપાઈ

કરજણમાં LCBનો સપાટો: ₹22.11 લાખના દારૂ સાથે આઇસર ઝડપાઈ
- સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો!
કરજણ તાલુકાના સોપા ગામની સીમમાંથી પસાર થતાં NE- 04 ઉપર મુંબઈ થી દિલ્હી જતી ટ્રેક ઉપર જિલ્લા એલ.સી.બી. એ આઇસર ગાડી અને તેમાં રૂપિયા 15,લાખ 5,304 નો વિદેશી દારૂ ઝડપી મુદ્દામાલ કરજણ પોલીસ સ્ટેશને ગુનો નોંધવા મોકલ્યો.
વડોદરા જિલ્લા એલ.સી.બી.ગ્રામ્યના એએસઆઇ ભુપતભાઈ વિરમભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ખોડાભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ, હેડ કોન્સ્ટેબલ વિનોદસિંહ, અને હેડ કોન્સ્ટેબલ હર્ષ કુમાર તારીખ 2 નવેમ્બર 2026 ના રોજ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તાર ના સોપા ગામની સીમમાંથી પસાર થતાં NE- 04 ઉપર મુંબઈ થી દિલ્હી જતી ટ્રેક પર હતા તે દરમિયાન એક આયસર ગાડી GJ 26 T 9916 ઝડપી પાડી અને તપાસ કરતા તેમાં પાસ અને પરમિટ વગરનો ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 128 જેમાં કુલ બોટલ 5256 અને તેની કિંમત રૂપિયા 15 લાખ 5 હજાર 304 તથા એક મોબાઈલ રૂપિયા 5000 આઇસર ગાડી ₹7,00,000 અને તાડપત્રી રૂપિયા 1000 મળીને કુલ 22,11,5004 ના મુદ્દા માલ સાથે ડ્રાઇવર કાંતિલાલ સવજીભાઈ મુછડીયા ઉંમર 45 વર્ષ ,રહેવાસી સરપદડ ગામ ,ખરાવાડ વિસ્તાર, તાલુકો પડઘરી જીલ્લો રાજકોટ પકડાયો હતો, જયારે જથ્થો ભરી આપનાર અને કયાં અને કયા રસ્તે જવાનું છે તે જણાવનાર પિયુષભાઈ પ્રવીણભાઈ ભલારા ,રહેવાસી રાજકોટ, કોઠારીયા નાકા અને જથ્થો મંગાવનાર બીપીન ઉર્ફે જલારામ,ઉર્ફે કાણયો રહેવાસી લલીયા ,તાલુકો જીલ્લો અમરેલી તથા તપાસમાં આવે તે તમામ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટની કલમ 65A-E,81,83,98 (2) મુજબની ફરિયાદ હેડ કોન્સ્ટેબલ વિનોદસિંહ કિશનસિંહ એ કરેલ છે તથા કબજે કરેલ મુદ્દા માલ, પંચનામું ,ચેહરા નિશાન, અટકાયતી મેમો, મુદ્દા માલ અને આરોપી કરજણ પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી માટે સાંપેલ છે.
વડોદરા જિલ્લા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ કર્મીઓને સફળતાપૂર્વક આ દારૂ ભરેલ આઇસર ટેમ્પો મળી શકતો હોય તો તેવા સમય કરજણ ની પોલીસ માટે આ શરમજનક અને કંઈક મેળાપીપણું હોવાની શંકા પ્રબળ બને છે. આ કિસ્સામાં કરજણ પોલીસ ઉંઘતી ઝડપાઈ ગયેલ છે.



