વસરાઈ ગામ ખાતે નેશનલ ટ્રેડફેરના આયોજન માટે મહુવા અંબિકા તાલુકાનાં સરપંચોની સંકલન મિટીંગ

વસરાઈ ગામ ખાતે નેશનલ ટ્રેડફેરના આયોજન માટે મહુવા અંબિકા તાલુકાનાં સરપંચોની સંકલન મિટીંગ
અંબિકા તાલુકાના વસરાઈ ગામ ખાતે દિશા ધોડિયા સમાજ સાંસ્કૃતિક ભવન નિર્માણની જગ્યાએ નવેમ્બરમાં એકથી ચાર તારીખમાં યોજાનાર નેશનલ ટ્રાઈબલ ટ્રેડફેરમાં દેશભરથી એકહજારથી વધુ ડેલીગેટ્સ વીસ જેટલા રાજ્યોમાંથી આવશે. બાર રાજ્યોની સાંસ્કૃતિક ટીમો ભાગ લેશે. આમાં કૃષિ પશુપાલન, સજીવખેતી, લધુ ઉદ્યોગો, હસ્તકલા, બામ્બુઆર્ટ, વારલીઆર્ટ, ટ્રેડીશનલ હસ્તકલા, લોકકલા, ટ્રેડીશનલ ખાનાં ખજાનાનાં ૩૮૦થી વધુ સ્ટોલ આવશે . દેશભરમાંથી લોકકલાકારો ટ્રાઈબલ સાહિત્ય સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરવા આવશે. જેનું સંકલન અને જવાબદારી લઈ મહુવા અને અંબિકા તાલુકાનાં તમામ સરપંચશ્રીઓ, સહકારી રાજકીય આગેવાનો શ્રી હિતેશભાઈ, શ્રીમતી શીલાબેન, શ્રી રાકેશભાઈ, શ્રી તુષારભાઈ, શ્રી અનિલભાઈ, શ્રી કેયુરભાઈ, શ્રી કિશોરભાઈ, શ્રી પિયુષ ભાઈ, શ્રીમતી રીંકલબેન, શ્રીમતી રેખાબેન, શ્રીમતી સોનલ બેન વગેરે સરપંચ પ્રતિનિધિઓ વ્યવસ્થાના ભાગરૂપ ઘર આંગણે થઈ રહેલી મેગા ઈવેન્ટની તમામ મુખ્ય જવાબદારીઓ ઉપાડી કાર્યક્રમને સફળ બનાવવાનો સંકલ્પ કર્યો હતો.