સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાગડા ઉડતા નજરે પડ્યા
કબૂતર અને કાગડાનાં કારણે બર્ડહિટની શક્યતા વધી
Surat News: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી વિવાદમાં આવ્યો છે. જેમાં સુરત એરપોર્ટ પર ફરી પક્ષીઓ જોવા મળ્યા છે. તેમાં એરપોર્ટમાં કબૂતર બાદ હવે કાગડાની એન્ટ્રી થઇ છે. જેમાં પક્ષીઓને કારણે બર્ડ હીટની શક્યતાઓ વધી ગઇ છે. સુરત ઇન્ટરનેશલ એરપોર્ટની અંદર પક્ષી ઘર હોવા તેવો નજારો જોવા મળ્યો છે.
સુરત એરપોર્ટ તંત્ર અગાઉ જવાબ આપતું હતુ કે કામ ચાલે છે એટલે પક્ષી ઘુસી જાય છે. તેમાં છેલ્લા છ મહિનાથી હવે કામ બંધ છે અને એરપોર્ટ ધમધમી રહ્યો છે. તેમાં છેલ્લા પાંચ મહિનાથી એરપોર્ટ ડિરેકટરની પોસ્ટ ખાલી છે. તથા ઇનચાર્જથી એરપોર્ટનું કામ ચાલવામાં આવી રહ્યું છે. અગાઉ સુરત એરપોર્ટ પર બર્ડ હીટની ઘટના બની હતી. જેમાં બર્ડ હીટ થતા હૈદરાબાદની ફ્લાઇટ એક કલાક મોડી પડી હતી. જેમાં ૧૨૦ યાત્રીના જીવ તાળવે ચોંટી ગયા હતા. ત્યારે પક્ષી ઉડાડવા ફટાકડા ફોડવા રૂપિયા ૫૦ લાખનો ખર્ચ કરવામાં આવે છે. તેમાં રૂ.૫૦ લાખનો ધુમાડો છતા બર્ડ હીટ યથાવત્ છે.
પક્ષી ઉડાડવા ફટાકડા ફોડવા પાછળ રૂપિયા ૫૦ લાખનો ધુમાડો કરવા છતાં બર્ડ હિટની ઘટના અટકતી નથી. પહેલા પણ ઈન્ડિગોની બેંગ્લોરની ફ્લાઇટ સાથે બર્ડ હિટની ઘટના થઇ હતી. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ગોવા-સુરત-બેંગ્લોર ફ્લાઈટ બર્ડ હિટ ઘટનાની શિકાર બની હતી . ફ્લાઇટનું નિરીક્ષણ કરવા માટે દિલ્હીથી ઈન્ડિગોના એન્જિનિયરોની ટીમ મોડી રાત્રે સુરત પહોંચી હતી. જોકે, ઈન્ડિગો એરલાઈન્સે બેંગ્લોરની ફ્લાઈટ કેન્સલ કરી હતી. જેના કારણે ૨૦૦ મુસાફરોની મુસાફરી ખોરવાઈ ગઈ હતી.