સુરતમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરીને કહ્યું-‘ AAPમાંથી રાજીનામું આપનારા અલ્પેશ અને ધાર્મિક દિલથી મારી સાથે જ છે’લોકસભાની નિરસ ચાલતી ચૂંટણીમાં એકાએક ગરમીનો માહોલ આવ્યો છે. ઉમેદવારો હવે ફોર્મ ભરી રહ્યાં છે. ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. વિશાળ રેલી યોજીને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ ગઠબંધનમાં રહેલી આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ આપેલા રાજીનામાં અંગે કહ્યું કે, એ બન્ને મારી દિલથી નજીક છે. મારી સાથે જ છે.

લોકસભાની નિરસ ચાલતી ચૂંટણીમાં એકાએક ગરમીનો માહોલ આવ્યો છે. ઉમેદવારો હવે ફોર્મ ભરી રહ્યાં છે. ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. વિશાળ રેલી યોજીને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ ગઠબંધનમાં રહેલી આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ આપેલા રાજીનામાં અંગે કહ્યું કે, એ બન્ને મારી દિલથી નજીક છે. મારી સાથે જ છે
કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી આજે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે પોતાનું ફોર્મ કલેક્ટરને સુપરત કર્યું હતું. કોંગ્રેસ વતી સુરત બેઠક પરથી નિલેશ કુંભાણી ઉમેદવારી કરી રહ્યાં છે. ત્યારે તેના સહયોગી એવા આમ આદમી પાર્ટીના બે નેતાઓએ આજે તેની પાર્ટીના સભ્યપદથી લઈને તમામ હોદ્દા પરથી રાજીનામાં ધરી દીધા હતાં. જેથી ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતા નવીન સમીકરણો
પાસમાંથી આપમાં જોડાયેલા ધાર્મિક અને અલ્પેશ યુવાનોમાં વર્ચસ્વ ધરાવે છે. ત્યારે નિલેશ કુંભાણી પણ એક સમયે બન્ને નેતાઓની સાથે ખભે ખભા મિલાવીને કામ કરતાં હતાં. ત્યારે આજે નિલેશ કુંભાણી જ ઉમેદવાર છે. ત્યારે કોંગ્રેસનો હાથ અને નિલેશનો સાથ છોડીને અલ્પેશ અને ધાર્મિક આપનું જાડું છોડીને જતાં રહ્યાં છે. ત્યારે નિલેશ કુંભાણીએ કહ્યું કે, એ લોકોએ આપનો સાથ છોડ્યો હોય શકે. પરંતુ મારા દિલની નજીક છે. જેથી ચૂંટણીમાં તેઓ મને સપોર્ટ કરશે તેનો વિશ્વાસ છે.