શિક્ષા

વલસાડમાં પુસ્તક પરબના ૧૬માં મણકાથી ૧૨૦ પુસ્તકોને વાચકો મળ્યા 

વલસાડમાં પુસ્તક પરબના ૧૬માં મણકાથી ૧૨૦ પુસ્તકોને વાચકો મળ્યા

વલસાડ

વલસાડમાં પુસ્તક પરબનો ૧૬મો મણકો હાલર ચાર રસ્તા સર્કિટ હાઉસની બાજુમાં ભીલાડવાલા બેંકના ઓટલા પર તથા વલસાડ-ધરમપુર રોડ પર અબ્રામામાં ક્રોમા શો રૂમની બાજુમાં ફૂટપાથ પર એમ બે સ્થળે પુસ્તક પરબ રવિવારે સવારે ૭-૩૦ થી ૯-૩૦ વાગ્યા દરમ્યાન યોજાઈ હતી.

આ કાર્યક્રમ દ્વારા વલસાડ શહેરના પુસ્તક વાંચનારાઓને પુસ્તકો મળી રહ્યા છે. રવિવારે ૧૨૦ પુસ્તકો વાચકો લઈ ગયા હતા. પુસ્તક પરબની મુલાકાત ૧૩૦થી વધુ લોકોએ લીધી હતી. વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા દરેક વયના લોકો આ પુસ્તક પરબની મુલાકાત લઈ વાંચન તરફ વધુને વધુ ઢળી રહ્યા છે. વાચકો તરફથી વ્યવસ્થાના ભાગરૂપે મદદ પણ મળી રહી છે. વરસાદી વાતાવરણમાં પ્રકાશભાઈ તથા અન્ય વાચકો દ્વારા પુસ્તકો સમેટવામાં મદદ મળી હતી. આ બંને કાર્યક્રમોનું આયોજન ડૉ. આશા ગોહિલ, હાર્દિક પટેલ, હંસા પટેલ, અર્ચના ચૌહાણ, જયંતીભાઈ મિસ્ત્રી, દેવરાજ કરડાની, જગદીશ આહીર તથા શિલ્પા દોડીયા દ્વારા થયું હતું. સાંઈ લીલા મોલની બહાર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી હાલમાં દર મહિનાના પ્રથમ રવિવારે અનુકૂળ જગ્યા નજીકમાં જ શોધી ત્યાં પરબ યોજાશે. જેની વાચકોને નોંધ લેવા આયોજક ડો.આશાબેન ગોહિલે અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button