ક્રાઇમ

જીમમાં મળેલા યુવકે ડીંડોલીની પરિણીતા સાથે મિત્રતા કેળવી બળાત્કાર કરી ૨૫ લાખ પડાવ્યા

ઈશ્વર પટેલે મકાનના હપ્તા ભરવાના બહાને ઉછીના રૂપિયા લીધા હતા

પરિણીતાની પુત્રી પર પણ દાનત બગાડાઈ

આરોપી ઈશ્વરની ધરપકડ કરાઈ

સુરત શહેરમાં જીમમાં જતી વેળા ડીંડોલીની પરણીતાના પરિચયમાં આવેલાં સ્થાનિક યુવકે મિત્રતા કેળવ્યા બાદ મકાનનાં હપ્તા ભરવાનાં બહાને ઉછીના નાણાં લેવામાં આવતા હતાં. બાદ લોન લઈ ધંધો ક૨વાનું જણાવી લોનની રકમ થકી પરણીતાનાં નામે બે ફોરવ્હીલ ખરીદી ફસાવ્યા બાદ દુષ્કર્મ કર્યું હતું. જેનાં આધારે બ્લેકમેલ કરી અવારનવાર દુષ્કર્મ કરી તબક્કાવાર રૂ. ૨૫ લાખની ૨કમ કઢાવી લેવામાં આવી હતી. ત્યારબાદ પરણીતા ની પુત્રી ઉપર પણ દાનત બગાડતા પરણીતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતાં ડીંડોલી પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરવામાં આવી છે.

ડીંડોલી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સ્થાનિક વિસ્તારમાં રહેતી ૩૮ વર્ષીય પરણીતા સુમનબેન (નામ બદલ્યું છે) આઠેક વર્ષ અગાઉ જીમમાં જતા હતા તે વેળા તેમનો સંપર્ક માતા સાથે જીમમાં આવતાં ઈશ્વરભાઈ ગોપાલભાઈ પટેલ ઉર્ફે વિક્રમ રાણા (ઉ.વ.૩૨,૨હે. ઈ/૨૦૪, સ્વસ્તિક લેક એપાર્ટમેન્ટ, એસએમસી ગાર્ડન પાસે, ડીંડોલી) સાથે થયો હતો. એકબીજાના ઘરે જવા-આવવા દરમિયાન મિત્રતા કેળવી ઈશ્વર પટેલ લોનના હપ્તા ભરવા સુમનબેન પાસે અવારનવાર પૈસા લેતો રહેતો હતો. દરમિયાન લોન લઈ કોઈ ધંધો શરૂ કરવાની લાલચ આપી ઈશ્વર પટેલે બે પરિચિત પરિચિતોની મુલાકાત કરાવી હતી અને સુમનબેનનાં નામે બે ફોરવ્હીલ ખરીદી તેનાં હપ્તા ભરાવવા જણાવી ફસાવી હતી. ત્યારબાદ ઈશ્વર પટેલ પોતાનાં ઘરે એકલો હતો ત્યારે સુમન બેનને ઘરે બોલાવી જબરજસ્તી દુષ્કર્મ કર્યુ હતું. વળી, આ બાબતની જાણ પતિને કરી દઈ ઘરસંસાર તોડાવવાની તેમજ સુમનબેનને બદનામ કરવાની ધમકી આપી ઈશ્વર પટેલ દ્વારા અવારનવાર દુષ્કર્મ કરવા ઉપરાંત રૂ. ૨૫ લાખ જેટલી રકમ પણ પડાવી લેવામાં આવી હતી. બાદ “તારામાં હવે કોઈ દમ રહ્યો નથી, તારા જેવી કેટલી ભાભીઓ ને મેં ફસાવી છે, તારી દીકરી સાથે મારું સેટિંગ કરાવી આપ” જેવી અધારિત વાતો અને માંગણી કરવામાં આવતાં અંતે હિમંત દાખવી સુમનબેન દ્વારા પતિને સમગ્ર હકીકત જણાવ્યા બાદ ડીડોલી પોલીસ મથકમાં ઈશ્વર પટેલ વિરુદ્ધ ઇપીકો કલમ ૩૭૬ (૨) (એન), ૩૮૪ તથા ૫૦૬ (૨) અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ સંદર્ભે પોસઇ વી.એમ મકવાણા દ્વારા ઈશ્વર પટેલ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button