દેશ

પીએમ બન્યા બાદ પ્રથમ વાર ગુજરાતના જવાનો સાથે ઉજવણી કરી

પીએમ બન્યા બાદ પ્રથમ વાર ગુજરાતના જવાનો સાથે ઉજવણી કરી
વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસોમાં સતત બીજી વખત ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના પ્રવાસના આજના બીજા દિવસે તેઓ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયાની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા. હવે વડાપ્રધાન મોદી કચ્છ પહોંચ્યા હતા, જ્યાં તેઓ સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
પીએમ મોદી માટે આ મુલાકાત ખાસ છે, કારણ કે આ પહેલીવાર છે જ્યારે વડાપ્રધાન બન્યા બાદ તેઓ ગુજરાતમાં જવાનો સાથે દિવાળી ઉજવી છે. દિવાળીના તહેવારોને લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મ્જીહ્લના જવાનોને મિઠાઇ ખવડાવી હતી. અગાઉ પીએમ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે ગુજરાતના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી વર્ષ ૨૦૨૩ હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું કે, તમામ દેશવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રકાશના આ પવિત્ર તહેવાર પર હું દરેકને સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ જીવનની શુભેચ્છા પાઠવું છું. માતા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળે. વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિયાચીનમાં તહેનાત સુરક્ષાદળો સાથે દિવાળી મનાવી હતી. તે પછીના વર્ષે તેમણે ૧૯૬૫ના યુદ્ધમાં ભારતીય સેનાની સિદ્ધિઓને માન આપવા પંજાબમાં ત્રણ યુદ્ધ સ્મારકોની મુલાકાત લીધી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button