આપણા ઘરની મહિલાઓ પોતાના કામના પૈસા માંગે તો કેટલા રૂપિયા આપવા પડે?
આપણા ઘરની મહિલાઓ પોતાના કામના પૈસા માંગે તો કેટલા રૂપિયા આપવા પડે?
આપણે સવારે ઊઠીએ અને રાતે સુઈ જઈએ એ વચ્ચે આખા દિવસ દરમિયાન આપણને સવારે ચાહ કોફી દૂધથી માંડીને કોરો નાસ્તો ખાખરા ભાખરી રોટલી શાક દાળભાત ઈડલી પાઉંભાજી કટલેસ સમોસા પરાઠા. સેવ ખમણ ઢોકળા શક્કરપરા જલેબી ગોટા પેટીસ લોચો ભજીયા દાળભાત કઢી ખીચડી પુલાવ સુપ પંજાબી વાનગીઓ ચાઈનીઝ વાનગીઓ દાબેલી સેન્ડવીચ પાણીપુરી મસાલા ઢોસા સહિત સેંકડો ખાવાપીવાની આઈટમો રોજ સવારે બપોરે અને રાતે આપણી માતા બહેન દીકરી કે આપણી પત્ની બનાવી આપે છે.
આપણે ખાલી આવી અગણિત સેંકડો વાનગીઓની એક એક પ્લેટનો મહિનાનો સરવાળો કરીએ તો કેટલા રૂપિયા થાય?
માત્ર રફ અંદાજે ગણીએ. તો સવારના ચાહ નાસ્તાના ૫૦ રૂપિયા બપોરે ભોજનના ૧૦૦ રૂપિયા અને રાતના જમવાના ૧૦૦ ગણીએ તો રોજના ૨૫૦ લેખે ૭૫૦૦ રૂપિયા ખાલી ખાવાપીવાનો ખર્ચો થાય. કપડાં વાસણ સાફસફાઈ ઝાડુ પોતા જેવા બીજા અનેંક કામોના કેટલા રૂપિયા થાય આ બધું મહિનાના પગારમાં જ થાય ૭૫૦૦ એક વ્યક્તિના ૫ વ્યક્તિના માત્ર ૩૭૫૦૦ રૂપિયા મહિનાના માત્ર ખાવા પીવામાં જ જોઈએ બીજા વાસણ કપડાં ઝાડુ પોતા સાફસફાઈના બીજા ૧૫૦૦૦ હજાર ગણીએ તો ૫૦૦૦૦ હજાર રૂપિયા મહિને જોઈએ એને બદલે માત્ર ૧૫ કે ૨૦ હજારમાં જ આ બધું આરામથી મેનેજ કરે ચુપચાપ કોઈને ખબર પડે નહીં એમ કામો ફટાફટ થાય. ક્યાં કશી ફરિયાદ નહીં શોરબકોર નહીં ઘોઘાટ નહી તેથી જ મહિલાઓને અન્નપૂર્ણા કહેવાય છે
એક ઘરના એક વ્યક્તિના ૫૦૦૦૦ હજાર લેખે ૫ વ્યક્તિના ૨.૫ લાખ દર મહિને થાય. આ તો માત્ર એક મહિનાની વાત થઈ આટલી તો કદાચ આપણી મહિનાની આવક પણ હશે નહી.
પાછુ જેવું તેવું તો આપણા ગળે ઉતરે નહી સારી હોટલની સ્વાદિષ્ટ વાનગીઓ તાજી ગરમાગરમ ગણીએ તો કેટલા બધા રૂપિયા થાય?
આપણી માતા બહેન દીકરી કે પત્નીના કામોને કોઈ પણ દિવસ રૂપિયાથી તોળી ના શકાય એમની લાગણી અપનાપન સમર્પણ પ્રેમ હેત દુલારની કિંમત કરવાનું તો કોઈનું ગજુ નથી આપણા બધાનો પનો ટૂંકો પડે આપણી હેસિયત ઓકાત જ નથી.પાછુ ૨૫ વરસે આપણા લગ્ન થાય વિચારો ૨૫ વરસના કેટલા રૂપિયા થાય? માત્ર ખાવાપીવાની વાનગીની વાત કરીએ તો લાખો રૂપિયા થાય
આ લોકો રાતદિવસ રજાના દિવસ રવિવાર સાથે ૨૪/૭ આપણી જે સેવા ચાકરી કરે છે એમનું ઋણ ચૂકવવા આપણે સાત જન્મ લઈએ તો પણ ઓછા પડે
આ મહિલાઓ આપણી અંગત ગણાય ઘરની જ સભ્ય ગણાય એટલે એમના કામોની કિંમત ના કરાય એ તમારી વાત બરાબર પણ આપને સાચુ. બોલજો એમના કોઈ પણ કામની ક્યારે પણ કદર કરી છે ખરી?
કોઈ દિવસ તારીફના બે મીઠા બોલ બોલ્યા છે ખરા? કોઈ દિવસ હસતા મોઢે વાત કરી છે ખરી?
ના બિલકુલ નહી ઉલટું પુરુષ વર્ગ એમ કહીને મહિલાઓને ઉતારી પાડીએ છે કે તમને મહિલાઓને આખો દિવસ ઘરમાં શું કામ હોય છે? તમે લોકો આખો દિવસ ૨૪ કલાક નવરાં તો હોવ છો એમ કહી જાણ્યે અજાણ્યે ઘરની મહિલાઓનું વારે ઘડીએ દિવસમાં દસ વાર અપમાન કરી નાંખીએ છીએ.
આપણને આપણી મા બહેન દીકરી કે પત્ની અક્કલ વગરની ગમાર ડોબી લાગે છે ભાઈઓ બસ બહુ થયું આજથી આ બધુ બંધ કરી દો.શું કામ પાપ કરો છો?
આજથી અરે હમણાંથી જ આપણી માઁ બહેન દીકરી કે પત્નીની માફી માંગી એમને માન સન્માન ઈજ્જત આપવાનું શરૂ કરી દો જાગ્યા ત્યાંથી સવાર આ ઘરની સભ્યોને આપણી પાસે કોઈ અપેક્ષા નથી કોઈ આશા નથી કોઈ માંગણી નથી એમને તો તારીફના બે બોલ સાંભળવા હોય છે.આપણે આપની. સોચ બદલવાની ખાસ જરૂર છે આપણી વાણી વર્તન બદલવાની ખાસ જરૂર છે.
આપણે આ લોકોને ઈજ્જત માન સન્માન આપીશું તો આપણા જ ઘરમાં સુખ શાંતિ આવશે અને આપણે છપ્પર ફાડીને બરકત થશે
જે ઘરોમાં મા પત્ની બહેન દીકરી ખુશખુશાલ હોય તે ઘરોમાં ચોક્કસ સ્વર્ગ ઉતરી આવે છે.