દિવાળી એ ઉજવણી સાથે સેવા કરવાનો અવસર છે” : કિર્તેશ પાટીલ

“દિવાળી એ ઉજવણી સાથે સેવા કરવાનો અવસર છે” : કિર્તેશ પાટીલ
વેડ રોડ વિસ્તારના યુવા સમાજસેવી કિર્તેશ પાટીલએ દિવાળીના પાવન અવસર પર શહેરના નાગરિકો તથા સમગ્ર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. તાજેતરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી મોટી શસ્ત્રક્રિયા બાદ પણ તેમની સમાજસેવાની ભાવના યથાવત રહી છે.
કિર્તેશ પાટીલએ જણાવ્યું કે દિવાળીના પર્વે ફટાકડા ફોડવા કે ઉજવણી કરવી એ પૂરતું નથી, પરંતુ સમાજહિતના કાર્યો દ્વારા આનંદ વહેંચવો એ જ સાચો ઉત્સવ છે.
તાજેતરમાં તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને વેડ રોડ સ્થિત ત્રિલોકનગર સોસાયટીમાં પાર્ટીનું કાર્યાલય શરૂ કર્યું છે. આ કાર્યાલય દ્વારા તેઓ વિસ્તારના લોકોની સમસ્યાઓને સમજવા અને તેના ઉકેલ માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
કિર્તેશ પાટીલે વધુમાં જણાવ્યું કે તેમનું ધ્યેય રાજકારણ કરવું નથી, પરંતુ લોકસેવા દ્વારા સમાજમાં પરિવર્તન લાવવાનું છે. આવનારી ચૂંટણીઓમાં જો પાર્ટી તેમને વોર્ડ નં. ૮ માટે તક આપે, તો તેઓ વિકાસ અને ન્યાય માટે ખભે ખભા મિલાવીને મેદાનમાં ઉતરશે.



