ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સુરત ની 2024-૨૫ ની ચુંટણીમાં પારદર્શિતા, પ્રતિબદ્ધતા તથા ઉપલબ્ધતાને પર્યાય એવા ડૉ. વિનેશ શાહ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા છે
સુરત: ગુજરાત ના નામાંકીત મેડિકો લીગલ એક્સપર્ટ ડૉ. વિનેશ શાહ છેલ્લા 20 વરસથી ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન માં અલગ અલગ હોદ્દા પર સેવા આપે છે. તેઓ 2022 થી 2024 સુધીમાં ima માં માનદ મંત્રી તરીકે સેવા આપી છે જે કાર્યકાળમાં ima દ્વારા ima તથા તેના સભ્યો માટેના હિતો માટે ઘણા કાર્યો કરાયા છે જેમાં મુખ્યત્વે ima જે અત્યાર સુધી unregistered સંસ્થા હતી તેને પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ નોંધણી ની કાર્યવાહી કરાઇ જેથી ima ને એક કાયદાકીય ઓળખ મળશે. Ima nu મુગલીસરા સ્થિત 83 વરસ જૂનું ima બિલ્ડીગ જે ઘણા વર્ષોથી વેચાણ માટે પ્રયાસો હેઠળ હતું તેનું સંપૂર્ણ પારદર્શિતાથી વેચાણ થયું. Ima ને ડિજિટલ મીડિયા જેવા કે ફેસબૂક,વોટસઅપ, યૂટ્યુબ,વેબસાઇટ , ઈન્સ્ટાગ્રામ પર સક્રિય કરાયું. ડિજિટલાઇજેશન ના ભાગ રૂપે બધા સભ્યોના ડિજિટલ icard, સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરાઈ જેથી સંસ્થા પર આર્થિક બોજો ઓછો આવે. બાયોમેડિકલ ચાર્જ માં ઘટાડા ઉપરાંત સભ્યો ના પોતાના જ્ઞાનની વૃદ્ધિ માટે મંથલી ક્વિઝ સીરીઝ ચાલુ કરાઈ. અલગ અલગ 11 જેટલી સંસ્થાઓમાં પ્રમુખ સહિત ના હોદ્દાઓ પર સેવા આપનાર ખૂબ જ મજબૂત નેતા તરીકે તેમણે પોતાનું સ્થાન નિશચિત કરેલ છે જેમના નેતૃત્વમાં હાલ માં જ કોલકાતાના તબીબ પર થયેલ જઘન્ય ઘટનામાં 1000 થી વધુ તબીબોએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. Pixie નામ થી ચાલતી 8 કંપની અલગ અલગ વ્યવસાયો સાથે સંકળાયેલી છે જેનું સફળ નેતૃત્વ કરીને એક સફળ એન્ટરપ્રેઉનર તરીકે ઉભરનાર વિનેશ શાહ ને આ સિદ્ધિ ને લોકો બિરદાવી રહ્યા છે.