ડી&વી બિઝનેસ કન્સલ્ટિંગે અમદાવાદમાં પોતાની હાજરી વિસ્તારી
આ વર્ષે 200 થી વધુ ગ્રાહકોના વ્યવસાયને વધારવાનું લક્ષ્ય
માર્ચ, 2024, અમદાવાદ : ડી&વી બિઝનેસ કન્સલ્ટિંગ એ અમદાવાદમાં ટોચની બિઝનેસ અને મેનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપની છે કે જે નાના અને મધ્યમ કદના વ્યવસાયો (MSME) ને મદદ કરવામાં વિશેષતા ધરાવે છે. અમદાવાદમાં સંસ્થાના અનુભવી મેનેજમેન્ટ કન્સલ્ટિંગ નિષ્ણાતો લોકોના વ્યવસાયિક પડકારોને પહોંચી વળવા, તેમની પ્રક્રિયાઓને ઑપ્ટિમાઇઝ કરવા અને તેમના એન્ટરપ્રાઇઝના વિકાસમાં તમારી સહાય કરવા માટે સમર્પિત છે. હાલમાં ડી&વી બિઝનેસ કન્સલ્ટિંગ પાસે સૌથી મોટી ઇન-હાઉસ કન્સલ્ટિંગ ટીમ છે અને તે ટીમને સમાવવા માટે તેમજ તેમના ટ્રેનિંગ વર્કશોપ માટે અમદાવાદના મધ્યમાં એક મોટી જગ્યા મળી રહે તે માટે તેઓએ પોતાની હાજરી વિસ્તરી છે. અમદાવાદમાં શ્યામલ ક્રોસ રોડ ખાતે આવેલ આઇકોનિક શ્યામલ ખાતે તેમની નવી ઓફિસનું અનાવરણ કર્યું છે. D&V બિઝનેસ કન્સલ્ટિંગના CEO અને સ્થાપક શ્રી ધર્મેશ પરીખ અને D&V બિઝનેસ કન્સલ્ટિંગના સહ સ્થાપક શ્રી અનુપમ ચંદ્રા હાજર હતા
છેલ્લા 7 વર્ષથી ડી&વી બિઝનેસ કન્સલ્ટિંગે 500 થી વધુ કંપનીઓ, પ્રશિક્ષિત 20000 પ્લસ વર્કફોર્સ અને 35 થી વધુ વિવિધ ઉદ્યોગોને પ્રભાવિત કર્યા છે અને તેઓ દર વર્ષે ઓછામાં ઓછા 2 કન્સલ્ટિંગ ડોમેન ઉમેરી રહ્યા છે. આ ઇવેન્ટ તેમના આદરણીય ક્લાયન્ટના વિકાસની યાત્રા સાથે સંસ્થાની સફરની ઉજવણી કરવા માટે છે, જેઓ લાંબા સમયથી તેમના પર વિશ્વાસ કરી રહ્યા છે અને અમને તેમના પરિવારનો એક ભાગ માને છે.
આવનારા સમયમાં કંપનીના મિશન અંગે ડી&વી બિઝનેસ કન્સલ્ટિંગના સીઈઓ અને સ્થાપક શ્રી ધર્મેશ પરીખે જણાવ્યું હતું કે, “અમારું લક્ષ્ય આ વર્ષે 200 થી વધુ ગ્રાહકોના વ્યવસાયને વધારવાનું છે, જેમાં ગુજરાતની બહાર 3 વધુ શહેરો ઉમેરવાનું અને MSME સેગમેન્ટમાં 6000 રોજગારીનું સર્જન કરવાનું છે. અમે 2017 માં 3 ઇન્ડસ્ટ્રીઝના માત્ર 5 ક્લાયન્ટ્સ સાથે શરૂઆત કરી હતી અને હવે ડી&વી બિઝનેસ કન્સલ્ટિંગ 35 કરતાં વધુ વિવિધ ઉદ્યોગોના 300 કરતાં વધુ ક્લાયન્ટ્સ સુધી વધી ગયું છે. ડી&વી બિઝનેસ કન્સલ્ટિંગને હવે ગુજરાત, એમપી અને રાજસ્થાન અને તેની આસપાસની પ્રથમ પસંદગીની કન્સલ્ટિંગ કંપની ગણવામાં આવે છે. અમે મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સની અગ્રણી પસંદગી બની ગયા છીએ જેઓ કન્સલ્ટિંગ ક્ષેત્રમાં તેમની કારકિર્દી બનાવવા માંગે છે.”
એમએસએમઈ ભારતના જીડીપીમાં 29% થી વધુ યોગદાન આપે છે, મેન્યુફેક્ચરિંગ આઉટપુટના 45% અને લગભગ 140 મિલિયન એમ્પ્લોયમેન્ટ્સ ઉત્પન્ન કરે છે. મેક ઇન ઇન્ડિયા પર સરકારના ધ્યાન સાથે, આ કંપનીઓ હવે વધુ સંગઠિત ભારતીય અને વિદેશી MNCs સાથે સ્પર્ધા કરી રહી છે. ડી&વી બિઝનેસ કન્સલ્ટિંગ તેમને આધુનિક કન્સલ્ટિંગ અભિગમ સાથે તેમની પ્રક્રિયાઓ, પ્રણાલીઓ, ઉત્પાદકતાને વ્યવસ્થિત કરવામાં મદદ કરે છે અને તેમને આર્થિક રીતે વૃદ્ધિ કરવામાં મદદ કરે છે.
એમએસએમઈને વધારે બિઝનેસ મેળવવા માટે સેલ્સ ટ્રેનિંગ, એચઆર ટ્રેનિંગ, ઓપરેશન ટ્રેનિંગ, સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ, સ્ટ્રેટેજીકલ પ્લાનિંગ, મેન્યુફેક્ચરિંગ પ્લાનિંગ, બિઝનેસ ઓટોમેશન ટેક્નિક્સ, ઇન્ડસ્ટ્રી 4.0 ટ્રેનિંગ, લિન મેથોડોલોજી ઇમ્પ્લિમેન્ટેશન વગેરે જેવી ટ્રેનિંગ અનિવાર્ય છે. ડી&વી બિઝનેસ કન્સલ્ટિંગ સાથે જોડાઈને માર્કેટમાંથી વધુ પ્રતિભાશાળી મેનપાવર મેળવવો, 5sનો અમલ કરીને તેમને તેમના ઉત્પાદનમાં વધુ ઉત્પાદક બનવામાં મદદ કરવી, તેમની વર્કિંગ કેપિટલ, પી & એલ અને કેશ ફ્લોનું આયોજન કરવું, ઓફલાઈન અને ઓનલાઈન માધ્યમ દ્વારા બ્રાન્ડ નિર્માણમાં તેમને મદદ કરવી, બજાર સંશોધન દ્વારા વિકાસ માટે યોગ્ય બજાર, ગ્રાહક અને સેગમેન્ટને ઓળખવામાં તેમને મદદ કરવી તથા પારની વધુ ચેનલ બનાવીને ભારત અને વિદેશમાં તેમનું બજાર વિસ્તરણ જેવા પરિબળો અંગે વ્યવસાયિકોને મદદ મળી રહે છે.