શિક્ષા

પર્યાવરણ વિષયની શિક્ષક તાલીમમાં આબેહુબ રીતે નાટયીકરણ અને રોલ પ્લે કરાયો

પર્યાવરણ વિષયની શિક્ષક તાલીમમાં આબેહુબ રીતે નાટયીકરણ અને રોલ પ્લે કરાયો

પર્યાવરણ વિષયના સાપ અને મદારી એકમનું ખુબ જ સુંદર રીતે લુણાવાડા તાલુકાના મધવાસ ગામના વતની એવા શિક્ષક ચિરાગકુમાર પંચાલની ટીમ દ્વારા નાટયીકરણ કરવામાં આવ્યું

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની બ્લોકકક્ષાની ધોરણ -૩થી૫ ના પર્યાવરણ વિષયની શિક્ષક આવૃત્તિની વર્ષ-૨૦૨૫-૨૬ ના પ્રથમ સત્રની તાલીમ તારીખ ૧૧ અને ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ યોજાઈ હતી.જેમાં બી.આર.સી.ભવનના રિસોસૅ રૂમમાં અને તમામ તાલીમ વર્ગોમાં ધોરણ ૫ ના પર્યાવરણ વિષયના સાપ અને મદારી એકમનું ખુબ જ સુંદર રીતે લુણાવાડા તાલુકાના મધવાસ ગામના વતની એવા શિક્ષક ચિરાગકુમાર પંચાલની ટીમ દ્વારા નાટયીકરણ કરવામાં આવ્યું હતું.ચિરાગ પંચાલે સમગ્ર નાટકનું આયોજન કર્યું હતું.ઝારા ક્લસ્ટરની નાળના મુવાડા પ્રા.શાળાના શિક્ષક ચિરાગકુમાર કનૈયાલાલ પંચાલ તથા ટીમના શિક્ષકો દ્વારા આબેહુબ રીતે સાપ અને મદારી એકમનું શિક્ષક તાલીમમાં નાટયીકરણ કરવામાં આવ્યું હતું.સૌઐ આ નાટયીકરણ નિહાળીને અભિનંદન પાઠવ્યા હતા ત્યારબાદ બી.આર.સી.ભવનના રિસોસૅ રૂમમાં ચિરાગકુમાર પંચાલ અને દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા ૭૮૬ કુલીનો સારી દુનિયા કા બોઝ હમ ઉઠાતે હૈ…ગીત દ્વારા અદભુત રીતે રોલ પ્લે કરવામાં આવ્યો હતો.ચિરાગકુમાર પંચાલે લાલ શર્ટ પહેરીને આબેહુબ કુલીનો અભિનય રોલ પ્લે કર્યો હતો તથા ચિરાગકુમાર પંચાલ અને ટીમના શિક્ષકો દ્વારા ડૉક્ટર અને દર્દીનું ખુબ જ સુંદર રીતે નાટક રજુ કરવામાં આવ્યું હતું.પર્યાવરણ વિષયની તાલીમમાં વિષયવસ્તુને સરળતાથી વિદ્યાર્થીઓને સમજાવી શકાય તે હેતુસર સુંદર રીતે નાટયીકરણ અને રોલ પ્લે કરવામાં આવ્યો હતો.ગત વર્ષે પણ શિક્ષક ચિરાગકુમાર પંચાલ દ્વારા પર્યાવરણ વિષયની તાલીમમાં સરપંચનો અદભુત રીતે રોલ કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા અને ટીમના શિક્ષકો દ્વારા ગ્રામસભાનું ખુબ જ સુંદર રીતે નાટયીકરણ કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button