એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનામાં રૂ.294ની વૃદ્ધિ, ચાંદીમાં રૂ.27ની નરમાઈ
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનામાં રૂ.294ની વૃદ્ધિ, ચાંદીમાં રૂ.27ની નરમાઈ
ક્રૂડ તેલનો વાયદો રૂ.36 ઢીલોઃ મેન્થા તેલમાં સીમિત સુધારોઃ કોટન-ખાંડી, કપાસિયા વોશ તેલ, નેચરલ ગેસ નરમઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.11027.93 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.82820.89 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 7310.94 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 19080 પોઈન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.93849.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.11027.93 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.82820.89 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 19080 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1101.47 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 7310.94 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.77551ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.77822 અને નીચામાં રૂ.77420ના મથાળે અથડાઈ, રૂ.77486ના આગલા બંધ સામે રૂ.294 વધી રૂ.77780ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.221 વધી રૂ.62425ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.22 વધી રૂ.7740ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.278 વધી રૂ.77277ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.95119ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.95387 અને નીચામાં રૂ.94482ના સ્તરને સ્પર્શી, રૂ.95197ના આગલા બંધ સામે રૂ.27 ઘટી રૂ.95170ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.7 ઘટી રૂ.95076ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો કોઈ ફેરફાર વગર રૂ.95074ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1505.03 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.2.1 ઘટી રૂ.828.95ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે જસત ડિસેમ્બર વાયદો 85 પૈસા ઘટી રૂ.290.85ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 5 પૈસા વધી રૂ.243.75ના ભાવ થયા હતા. જ્યારે સીસું ડિસેમ્બર વાયદો 65 પૈસા ઘટી રૂ.180.5ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2276.02 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5784ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5814 અને નીચામાં રૂ.5759ના મથાળે અથડાઈ, રૂ.5825ના આગલા બંધ સામે રૂ.36 ઘટી રૂ.5789ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.35 ઘટી રૂ.5790ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.6.5 ઘટી રૂ.265ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.6.3 ઘટી રૂ.265.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.921ના ભાવે ખૂલી, રૂ.2.1 વધી રૂ.922.8ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.610 ઘટી રૂ.54670ના ભાવે બોલાયો હતો. કપાસિયા તેલ ડિસેમ્બર વાયદો 10 કિલોદીઠ 10 પૈસા ઘટી રૂ.1243.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 3578.64 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3732.29 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 856.58 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 221.87 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 32.82 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 393.76 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 873.61 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1402.41 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 1.99 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 5.28 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 14763 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 34866 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 8315 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 103966 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 24536 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 41908 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 151298 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 16297 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 23643 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ડિસેમ્બર વાયદો 19120 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19120 પોઈન્ટના સ્તર અને નીચામાં 19051 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 32 પોઈન્ટ ઘટી 19080 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.5800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.21.7 ઘટી રૂ.76.8ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.3 ઘટી રૂ.10.6ના ભાવે બોલાયો હતો.
સોનું ડિસેમ્બર રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.141.5 વધી રૂ.940ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.24 ઘટી રૂ.4330ના ભાવ થયા હતા. તાંબુ ડિસેમ્બર રૂ.830ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2 ઘટી રૂ.10ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર રૂ.290ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.06 ઘટી રૂ.4.63ના ભાવે બોલાયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર રૂ.5800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.21.6 ઘટી રૂ.78.6ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.1 ઘટી રૂ.10.7ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની ડિસેમ્બર રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.160 વધી રૂ.1035ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.100 વધી રૂ.4195ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.5800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.17.6 વધી રૂ.90.5ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.55 વધી રૂ.15.85ના ભાવ થયા હતા.
સોનું ડિસેમ્બર રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.111.5 ઘટી રૂ.692ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.52 વધી રૂ.4180ના ભાવ થયા હતા. તાંબુ ડિસેમ્બર રૂ.830ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 36 પૈસા વધી રૂ.11.18ના ભાવે બોલાયો હતો. જસત ડિસેમ્બર રૂ.285ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 7 પૈસા ઘટી રૂ.2.2ના ભાવ થયા હતા.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર રૂ.5800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.17.3 વધી રૂ.92.1ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.75 વધી રૂ.16ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ડિસેમ્બર રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.144 ઘટી રૂ.732ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.100.5 વધી રૂ.4100ના ભાવે બોલાયો હતો.