કૃષિ

ખેડૂતોને પાક રક્ષણ માટે ખેતરના ફરતે તાર ફેન્સીંગ બનાવવા સહાય યોજના માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા અનુરોધ

સુરત:શનિવાર: સુરત ખેતીવાડી વિભાગની તાર ફેન્સીંગ બનાવવા સહાય યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામાં ઓછા ૨ (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા, રનીંગ મીટર દીઠ રૂ.૨૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે. આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે. ખેડૂતોની અરજીઓ સ્વીકારવા આઈ-ખેડૂત પોર્ટલ પર સુરત ઝોનના સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં તા.૧૨મી ડિસે.થી સવારે ૧૦.૩૦ વાગેથી દિન-૩૦ સુધી ખુલ્લું મુકવામાં આવશે.
ખેડૂતોએ લેવાની કાળજી લેવા જેવી બાબતોમાં કલસ્ટર માટે ખેડુતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાના રહેશે. ખેડૂત/ખેડૂતોએ જુથ દ્વારા અરજી કર્યા બાદ દિન-૧૦માં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનીક પુરાવા સાથે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મંજુરી આપવામાં આવશે.

ખેડૂતો માટે જરૂરી પુરાવામાં ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, ૭/૧૨, ૮-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ,બેન્ક પાસબુકની નકલ/ રદ્દ કરેલ ચેક, આધારકાર્ડની નકલ, કબુલાતનામું અને સ્વઘોષણા પત્રક, ડીમાર્કશન વાળો નકશો રજુ કરવાના રહેશે.

પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા ખેડૂત/ખેડૂત જુથ લીડરે નિયત ડિઝાઇન અને સ્પેસિફિકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સિંગ બનાવવાની સંપુર્ણ કામગીરી દિન-૧૨૦ માં પૂર્ણ કરી સામાન ખરીદીના GST વાળા બીલ અને અન્ય જરૂરી દસ્તાવેજો સહીત કલેમ જમા કરાવવાનો રહેશે. ત્યારબાદ કામગીરી પૂર્ણ થયાની સ્થળ ચકાસણી કર્યા પછી સહાયની રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન પર ફેન્સીંગ કરવાની સહાય મળવાપાત્ર છે. જેની તમામ ખેડૂતોને કાળજી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી,જિલ્લા પંચાયત સુરતની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button