જિલ્લા ભાજપા પ્રમુખના અધ્યક્ષ સ્થાને શિનોર તાલુકાના સક્રિય સભ્ય નોંધણી માટે મિટિંગ મળી

જિલ્લા ભાજપા પ્રમુખના અધ્યક્ષ સ્થાને શિનોર તાલુકાના સક્રિય સભ્ય નોંધણી માટે મિટિંગ મળી
શિનોર તાલુકા મથકે ગોપાલ કોટન જીનમાં તારીખ ૨૨/૧૦/૨૦૨૪ ના રોજ બપોર ના 03=00 કલાકે શિનોર તાલુકામાં જે કાર્યકરોએ ભાજપા ની સદસ્યતા નોંધણીમાં 100 સભ્યોની નોંધણી કરેલ છે, તેવા સભ્યોને સક્રિય સભ્ય બનાવવાના હોય સક્રિય સભ્ય નું ફોર્મ ભરવા માટે અપેક્ષિતોની ખાસ મીટીંગ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતિષભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી.જેમાં જિલ્લા મહામંત્રી ડોક્ટર બી.જે. બ્રહ્મભટ્ટ,તાલુકા ભાજપા પ્રમુખ ચંદ્રવદન પટેલ, શિનોર બજાર સમિતિના ચેરમેન સચિનભાઈ પટેલ, તાલુકા મહામંત્રી ધર્મેશ પટેલ, ઉપપ્રમુખ શીતલ પટેલ ( કુકસ), વડોદરા તાલુકા પ્રભારી ભુપેન્દ્ર ગોહિલ (સાધલી) સહિત અપેક્ષિત કાર્યકરો હાજર રહ્યા હતા. સક્રીય સભ્યનુ ફોર્મ ભરવા ઓન લાઇન 100 રૂપિયા ભરવાના તથા 1 ફોટો અને 200 રૂપિયા મનોગત ના રોકડા આપવા ના રહેશે. તેમ જણાવવામાં આવ્યુ હતું. જે કાર્યકરોએ 100 ઉપરાંત ગમે તેટલા સદસ્યો બનાવ્યા હશે ,તો પણ તેને એક સક્રિય સભ્યનું ફોર્મ ભરવાનું રહેશે. તેમ જણાવવામાં આવ્યું હતું.