કતારગામ વિસ્તારમાં સૌપ્રથમવાર શ્રી રુદ્ર શિવ મહાપુરાણ કથાનો આજથી શુભારંભ

કતારગામ વિસ્તારમાં સૌપ્રથમવાર શ્રી રુદ્ર શિવ મહાપુરાણ કથાનો આજથી શુભારંભ
સુરતઃ વેડરોડ મહાત્મા જ્યોતિબા ફુલે માર્ગ મરાઠી સ્કુલ પાસે આવેલ લક્ષ્મી નગર સોસાયટી ખાતે તારીખ 3 ઓક્ટોબર થી 9 ઓક્ટોબર સુધી શ્રી રુદ્ર શિવ મહાપુરાણ કથા નું આયોજન કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 8 નાં કોર્પોરેટર સુવર્ણાબેન દીપકભાઈ જાધવ અને વોર્ડ નંબર 8ના ઉપાધ્યક્ષ યશવંતભાઇ પાડુંરંગભાઇ જાધવ એ જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશના રતલામ જીલ્લા ના કંચનખેડી ગામનાં યુવા કથાકાર આચાર્ય શ્રી અનિલ શર્મા કથાનું રસપાન કરાવશે. આ ભવ્ય દીવ્ય શ્રી રુદ્ર શિવ મહાપુરાણ કથા કતારગામ વિસ્તારમાં સૌ પ્રથમવાર થઇ રહીં છે. કથાનો સમય રાત્રે 8 વાગેથી 11વાગે સુધી રહેશે. તારીખ 9 ઓક્ટોબરે 22હજાર થી વધુ રુદ્રાક્ષ ભક્તોને વિતરણ કરવામાં આવશે. સાંજે જાહેર ભંડારાનો લાભ ભક્ત લેશે. કથાનાં એક દિવસ પહેલા 2 ઓક્ટોબરે બપોરે સ્થાનિય પરિસરમાં અને આસપાસના વિસ્તારોમાંથી ભવ્ય કળશ યાત્રા નિકળશે. તમાંમ ધર્મ પ્રેમી ભક્તોને કથા માં ઉપસ્થિત રહેવા માટે ભાવભીનુ આમંત્રણ છે.