સાવન કૃપાલ રુહાની મિશન ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ

સાવન કૃપાલ રુહાની મિશન ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ
સંત રાજીન્દર સિંહજી મહારાજ ના માર્ગદર્શનમાં સાવન કૃપાલ રુહાની મિશન ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સેંકડો લોકો એ કેમ્પ નું લાભ લીધું. શિવિર માં મહિલા તથા બાળકો ને પણ નિઃશુલ્ક સેવા કરવામાં આવી . આ મેડિકલ કેમ્પમા સામાન્ય આરોગ્ય તપાસ, બ્લડ પ્રેશર મોનિટરિંગ, આંખની તપાસ, દંત સંભાળ અને નિષ્ણાત પરામર્શ સહિતની સેવા આપવામાં આવી. અનુભવી ડોક્ટર, નર્સો અને આરોગ્યસંભાળ વ્યાવસાયિકો ની એક ટીમ તબીબી માર્ગદર્શન અને જરૂરી સારવાર પૂરી પાડવા માટે હાજર હતા. શિબિરનો સમય સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી હતો પણ ભીડને જોતા તે વધારા સમય સુધી ચાલ્યો. લોકોને ચેકઅપની સાથે મફત દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર આરોગ્ય તપાસ ના મહત્વ પર ભાર મૂક્યો અને મિશન અને તેના સ્વયંસેવકોની નિઃસ્વાર્થ સેવા અને પ્રયાસોની પ્રશંસા કરી.
કેમ્પ પહેલા સંત રાજીન્દર સિંહજી મહારાજ નું વિડિઓ સત્સંગ કરવામાં આવ્યું જેમાં એમને કહ્યું પરમ સંત કૃપાલ સિંહજી મહારાજે લોકોને ધ્યાન અભ્યાસ ની કળા શીખવી ને તેમને પોતાના સાચા આત્મિક સ્વરૂપથી જોડાવામાં મદદ કરી.
સંત રાજીન્દર સિંહજી મહારાજ ના માર્ગદર્શનમાં સાવન કૃપાલ રુહાની મિશન મોતિયાબિંદ ના કારણે થતા અંધાપાને ખતમ કરવાની દિશામાં વર્ષમાં બે વાર નિશુલ્ક આંખની તપાસ તથા મોતિયાબિંદ સર્જરી શિબિરનું આયોજન કરે છે જેથી કરીને જે પોતાના ઓપરેશનનો ખર્ચ ઉઠાવી શકતા નથી તેવા લોકોની આંખની દ્રષ્ટિ પરત મળી શકે.
સંત રાજીન્દર સિંહજી મહારાજ નું જીવન અને કાર્ય ને પ્રેમ અને નિષ્કામ સેવા ને એક સતત ચાલવા વાળી યાત્રા રૂપમાં દેખી શકાય છે જેનો ઉદ્દેશ લોકોને મનુષ્ય જીવનના મુખ્ય ધ્યેયને મેળવવા માટે તેમની મદદ કરવાનો છે. પાછલા 35 વર્ષોથી તેઓ તમામ ક્ષેત્રના લોકોને ધ્યાન અભ્યાસ ની કળા શીખવી ને તેમને પોતાના સાચા આત્મિક સ્વરૂપથી જોડાવામાં મદદ કરી રહ્યા છે. સાવન કૃપાલ રુહાની મિશન આજે સંપૂર્ણ વિશ્વભરમાં 3200 થી પણ વધુ કેન્દ્ર સ્થાપિત છે. મિશનનું ભારતીય મુખ્યાલય વિજયનગર, દિલ્હીમાં છે તથા આંતરરાષ્ટ્રીય મુખ્યાલય ને પર વિલે, શિકાગો, અમેરિકામાં સ્થિત છે.સાવન કૃપાલ રૂહાની મિશનની વધુ વિગતો માટે સંપર્ક કરો 9825467110, skrmzn12@gmail.com