લાખો રૂપિયાના છેતરપિંડીના કેસમાં ભાજપ કોર્પોરેટર દર્શીનીબેન કોઠીયાના આગોતરા જામીન મંજૂર કરતી ગાંધીનગરની કોર્ટ
Surat News: સુરત મહાનગરપાલિકામાં ભાજપની વોર્ડ નંબર 18 ની કોર્પોરેટર અને આરોગ્ય સમિતિની પૂર્વ ચેરમેન દર્શીનીબેન કોઠીયા સામે ગાંધીનગર સેક્ટર 21 માં લાખો રૂપિયાની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તેમણે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજુ કરી હતી. આ અરજીની સુનાવણી પૂર્ણ થતાં, અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળીને દર્શીનીબેન કોઠીયાના શરતી આગોતરા જામીન મંજૂર કર્યા છે. અદાલતે શરત રાખી છે કે સાક્ષી પુરાવાઓ સાથે છેડછાડ ન કરવી અને મહિને એક વખત ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી.
આ કેસની ટૂંકમાં વિગત એવી છે કે, ગુજરાત પ્રદેશ ભાજપની મહિલા અગ્રણી ડોક્ટર શ્રદ્ધા રાજપૂત સાથે મિત્રતા અને મીઠી મીઠી વાતો કરી દર્શીનીબેન કોઠીયાએ રૂપિયા પાંચ લાખ ઉસેટા હતા. તેમના પાસેથી દર્શીનીબેન બે ચેક આપી ચૂક્યા હતા, જે બેંકમાં ડિપોઝિટ કરતા રિટર્ન થયા હતા. આ મુદ્દે ડોક્ટર શ્રદ્ધા રાજપૂતે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે