લગ્ન પ્રસંગમાં જાનૈયાઓ દ્વારા કરાયેલા સુસાટાથી આખા રસ્તા પર પથરાયો કચરાનો પટ

લગ્ન પ્રસંગમાં જાનૈયાઓ દ્વારા કરાયેલા સુસાટાથી આખા રસ્તા પર પથરાયો કચરાનો પટ
બાળકોની રમવાની નકલી નોટો ઉડાડાતા લોકોની ધક્કા મુક્કી, રસ્તા પર પડેલી નોટો પગે આવતા મહાત્મા ગાંધીનું અપમાન
શિનોર તાલુકાના સાધલી મુકામે તારીખ 5 જાન્યુઆરી 2025 રાત્રિના નીકળેલા વરરાજાના વરઘોડાના જાનૈયાઓ દ્વારા અસંખ્ય કાગળોના ટુકડાઓ ઉડાડીને બસ સ્ટેન્ડ તથા મસ્જિદ પાસે અને મુખ્ય રસ્તા પર કાગળના કચરાનો પટ પાથર્યો હતો તથા સાથોસાથ બાળકોને રમવાની ₹500 ની નોટ ઉડાવીને નોટ પર મહાત્મા ગાંધી નો ફોટો હોય લોકોના પગ નીચે આવતા પૂજ્ય ગાંધીબાપુનું પણ જાણે જાણે અપમાન કરવામાં આવ્યું હતું.
લગ્નના પ્રસંગમાં જાનૈયાઓ દ્વારા બેન્ડવાજા ની ધૂન પર નાચ ,ગાન અને સ્પ્રેથી સફેદ ફીણ ઉડાડવો અને સ્પ્રે દ્વારા બિલકુલ પાતળા રંગબેરંગી કલરના કાગડીઆ ઉડાડવા એ ફેશન થઈ પડી છે અને સાથોસાથ અસલી નોટો ના બદલે ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા લખેલી ₹500 રૂ.,200 અને રૂપિયા 100 ની ખોટી નોટો ઉડાડવાની હોડ લાગે છે આ નોટો ઉપર જ લખેલ છે કે સ્વચ્છ ભારત એક કદમ સ્વચ્છતા કી ઓર, મહાત્મા ગાંધીના ફોટા સાથે ઐતિહાસિક લાલ કિલ્લા નો ફોટો પાડેલી ભારતીય બચ્ચો કા મનોરંજન બેંક ની નોટો ઉડાડવામાં આવે છે. નાના બાળકો અને અજ્ઞાની લોકો આ નોટોને સાચી માનીને લૂંટવા માટે દોડાદોડી કરે છે તેમાંથી કોઈ બેન્ડબાજા ની ગાડી નીચે આવે કે વરઘોડાની ઘોડા બગી નીચે આવે અને કોઈ અજુગતો બનાવ થાય તો જવાબદાર કોણ????
તારીખ 5 જાન્યુઆરી 2025 રવિવારના મધ્યરાત્રીએ સાધલી કોમ્યુનિટી હોલ ખાતેથી વરરાજાના વરઘોડાની સાથે બેન્ડવાજા ની સુરાવલી વચ્ચે નાચતા ગાતા જાનૈયાઓએ ખોટી નોટો ઉડાડી, પાતળા રંગબેરંગી કાગળ ના ટુકકલો ઉડાડયા અને બસ સ્ટેન્ડ ઉપર તથા ગામમાં જવાના મદીના મસ્જિદ ના મેઇન રસ્તા પર આ કાગડોના ટુકડા ના કારણે ભારે અસ્વચ્છતા વ્યાપી હતી. અને ઉડાડેલ આ ખોટી નોટો ના કારણે લૂંટવા માટે ધક્કા મુક્કા પણ થયા હતા. આ નોટો ઉપર ભારતની શાન સમો લાલ કિલ્લો અને બીજી સાઈડ પર મહાત્મા ગાંધીનો ફોટો હતો ,જે રસ્તા ઉપર પડતાં અને જાણે અજાણે તેના ઉપરથી લોકો ,ઘોડા બગી પસાર થતાં મહાત્મા ગાંધીનું અપમાન થઈ રહ્યું હતું. સરકાર દ્વારા આવી છોકરાઓ ને રમવાની નકલી નોટો નું વેચાણ તથા ઉત્પાદન પણ બંધ કરાવવું ખૂબ જરૂરી છે. જેના કારણે કોઈ મોટી હોનારત ના થાય અને લાલ કિલ્લા તથા મહાત્મા ગાંધીનું અપમાન પણ ના થાય. વહેલી સવારે મોર્નિંગ માટે નીકળતા અને દુકાનો ખોલતા દુકાનદારો માટે આ કાગળના ટુકડાઓ માથાના દુખાવા સમાન બન્યા હતા. સ્થાનિક પંચાયત પણ આ બાબતે સક્રિય થાય એ સ્વચ્છાતા માટે ખૂબ જ જરૂરી છે.