વ્યાપાર

સોનાનો વાયદો રૂ.1,18,444 અને ચાંદીનો વાયદો રૂ.1,44,844ની નવી ટોચેઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.41 લપસ્યો

સોનાનો વાયદો રૂ.1,18,444 અને ચાંદીનો વાયદો રૂ.1,44,844ની નવી ટોચેઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.41 લપસ્યો

કોમોડિટી વાયદાઓમાં રૂ.36098 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.90625 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.31843 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 27790 પોઇન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.126726.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.36098.77 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.90625.5 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 27790 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1865.48 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.31843.61 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.117630ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.118444ના ઓલ ટાઇમ હાઇ અને નીચામાં રૂ.117094ના સ્તરને સ્પર્શી, રૂ.117265ના આગલા બંધ સામે રૂ.826 વધી રૂ.118091ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.614 વધી રૂ.94718ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.77 વધી રૂ.11823ના ભાવે બોલાયો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.827 વધી રૂ.117400ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.117249ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.117988 અને નીચામાં રૂ.116690ના મથાળે અથડાઈ, રૂ.116861ના આગલા બંધ સામે રૂ.820 વધી રૂ.117681ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.143204ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.144844ના ઓલ ટાઇમ હાઇ અને નીચામાં રૂ.142466ના મથાળે અથડાઈ, રૂ.142145ના આગલા બંધ સામે રૂ.2085 વધી રૂ.144230 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.1994 વધી રૂ.144380ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.1956 વધી રૂ.144317ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.2780.70 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓક્ટોબર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3756ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3762 અને નીચામાં રૂ.3601ના સ્તરને સ્પર્શી, રૂ.111 ઘટી રૂ.3640 થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.5577ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5596 અને નીચામાં રૂ.5481ના સ્તરને સ્પર્શી, રૂ.5569ના આગલા બંધ સામે રૂ.41 ઘટી રૂ.5528ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.43 ઘટી રૂ.5528 થયો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.4.2 વધી રૂ.300.3ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો રૂ.4.3 વધી રૂ.300.2ના સ્તરે પહોંચ્યો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.965.5ના ભાવે ખૂલી, 90 પૈસા ઘટી રૂ.969ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલચી ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.2442ના ભાવે ખૂલી, રૂ.5 ઘટી રૂ.2530 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.16719.25 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.15124.37 કરોડનાં કામકાજ થયાં હતાં. ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.21.65 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.763.30 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1995.76 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.4.57 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.1.94 કરોડનાં કામ થયાં હતાં. ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16571 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 58771 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 20873 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 250588 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 24819 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 21741 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 52919 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 178007 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1148 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 15505 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 32275 લોટના સ્તરે રહ્યો હતો. ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓક્ટોબર વાયદો 27611 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 27790 પોઇન્ટના સ્તર અને નીચામાં 27390 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 394 પોઇન્ટ વધી 27790 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.17.5 ઘટી રૂ.125.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.75 વધી રૂ.16.35ના ભાવે બોલાયો હતો. સોનું ઓક્ટોબર રૂ.119000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.375 વધી રૂ.2105 થયો હતો. આ સામે ચાંદી ઓક્ટોબર રૂ.145000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.939.5 વધી રૂ.4697 થયો હતો. તાંબું ઓક્ટોબર રૂ.960ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.48 વધી રૂ.18.09ના ભાવે બોલાયો હતો. જસત ઓક્ટોબર રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 22 પૈસા વધી રૂ.4.65 થયો હતો. મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.17.55 ઘટી રૂ.127 થયો હતો. નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.8 વધી રૂ.16.4 થયો હતો. સોનું-મિની ઓક્ટોબર રૂ.117000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.454 વધી રૂ.2674ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની ઓક્ટોબર રૂ.145000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.918.5 વધી રૂ.4737ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.28.1 વધી રૂ.153.3 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.3 ઘટી રૂ.17.25 થયો હતો. સોનું ઓક્ટોબર રૂ.115000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.241 ઘટી રૂ.1232.5 થયો હતો. આ સામે ચાંદી ઓક્ટોબર રૂ.140000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.711.5 ઘટી રૂ.3042.5 થયો હતો. તાંબું ઓક્ટોબર રૂ.950ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.61 ઘટી રૂ.17ના ભાવે બોલાયો હતો. જસત ઓક્ટોબર રૂ.285ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 31 પૈસા ઘટી રૂ.2.88 થયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.5500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.29.05 વધી રૂ.155ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.295ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.1 ઘટી રૂ.14.95ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓક્ટોબર રૂ.116000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.295.5 ઘટી રૂ.1800.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની ઓક્ટોબર રૂ.144000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.979.5 ઘટી રૂ.4800 થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button