વ્યાપાર

GSFC યુનિવર્સિટી દ્વારા કેનેડાની Humber Polytechnic સાથે MoU પર હસ્તાક્ષર

GSFC યુનિવર્સિટી દ્વારા કેનેડાની Humber Polytechnic સાથે MoU પર હસ્તાક્ષર
વૈશ્વિક શૈક્ષણિક સહકારને વધુ મજબૂત બનાવવા માટે GSFC યુનિવર્સિટીએ કેનેડાના ટોરોન્ટોમાં સ્થિત Humber Polytechnic સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.
GSFC યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પી. કે. તનેજા, IAS (નિવૃત્ત) ના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધિમંડળ હાલ કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સની શૈક્ષણિક મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થી વિનિમય (Student Mobility), સહયોગી ઑનલાઇન અભ્યાસ, ક્ષમતા નિર્માણ (Capacity Building) તથા સંયુક્ત સંશોધન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે MoU કરવામાં આવ્યું છે.
આ MoU પર સત્તાવાર રીતે GSFC યુનિવર્સિટીના પ્રમુખ શ્રી પી. કે. તનેજા, IAS (નિવૃત્ત) તથા Humber Polytechnic ના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. જીના એન્ટોનાચી દ્વારા ટોરોન્ટોમાં સ્થિત Humber કેમ્પસ ખાતે બંને સંસ્થાઓના અધિકારીઓની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા.
આ સહયોગ GSFC યુનિવર્સિટીની વૈશ્વિક ભાગીદારી મજબૂત બનાવવા તથા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે નવી તકો ઉભી કરવા માટેના સતત પ્રયત્નોમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button