નાણા વર્ષ-૨૬માં અદાણી પોર્ટસની આવક લક્ષિત માર્ગદર્શનથી ૨૫%વધી શેર દીઠ રુ.૭.૫૦ ડિવીડન્ડની જાહેરાત

નાણા વર્ષ-૨૬માં અદાણી પોર્ટસની આવક લક્ષિત માર્ગદર્શનથી ૨૫%વધી શેર દીઠ રુ.૭.૫૦ ડિવીડન્ડની જાહેરાત
અમદાવાદ ૩૦ એપ્રિલ, ૨૦૨૬,: ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન સંચાલક અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ) એ ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા ત્રિમાસી અને સમગ્ર વર્ષના પરિણામો જાહેર કર્યા છે.
તદનુસાર અહેવાલના ગાળામાં વાર્ષિક ધોરણે આવક ૨૫% થી વધુ વધીને રુ.૩૮,૭૩૬ કરોડ થઇ હતી. એબિડટા વાર્ષિક ધોરણે ૨૦% વધીને રુ.૨૨,૮૫૧ કરોડ પ્રાપ્ત થયો છે.
અદાણી પોર્ટસએ એક જ વર્ષમાં ૫00 મિલીયન મેટ્રીક ટનથી વધુ પોર્ટ કાર્ગોના વોલ્યુમનું પરિવહન કરનાર પ્રથમ ભારતીય સંકલિત પરિવહન કરનાર કંપની બની છે. અહેવાલના સમય ગાળામાં આવક રુ.૩૮,000 કરોડ, એબિડટા રુ.૨૨,૮૦૦ કરોડ અને મૂડીખર્ચ રુ.૧૧-૧૨ હજાર કરોડના માર્ગદર્શનને વટાવી ગયો છે.
સ્થાનિક બંદરોની આવકમાં ૧૩%નો વધારા સાથે બજાર હિસ્સામાં એકંદર ૧૦ bpsનો વધારો થયો છે, અને RoCE ગત નાણા વર્ષ-૨૫ના ૨૧%ની તુલનાએ ૨૩% રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ઓસ્ટ્રેલિયાના NQXT અને કોલંબોમાં CWITમાં વધારાને કારણે બંદરોની આવક ૩૪% વધી છે., એબિડટા ૧૮૦% વધ્યો છે અને એબિડટા માર્જિન ૨૯%ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે હાંસલ થયો છે. ટ્રકિંગ અને આંતરરાષ્ટ્રીય ફ્રેઇટ માળખાની સેવાઓમાં ઝડપી વધારાને કારણે લોજિસ્ટિક્સની આવકમાં ૫૫%નો જોરદાર વધારો થયો છે. ગત નાણા વર્ષ-૨૫ના ૬% RoCE સામે -૨૬માં ૧૦% રહ્યો છે. અહેવાલના સમય ગાળામાં
દરિયાઇ આવકમાં ૧૩૪%નો ધરખમ અને એબિડટામાં ૧૨૫%નો ધરખમ વધારો થયો છે., RoCEમાં ૧૩%ની ગણતરીએ જહાજોની સંખ્યા ૧૩૬ રહી છે. ગત વર્ષ-૨૫માં ૧૫% RoCEની સામે નાણા વર્ષ ૨૬માં ૧૬% રહ્યો છે. બોર્ડે નાણા વર્ષ ૨૬ માટે બોર્ડે પ્રતિ શેર રુ.૭.૫ ડિવિડન્ડની ભલામણ કરી છે.
નાણા વર્ષ-૨૫ અને નાણા વર્ષ-૨૬ના ત્રિમાસી અને વાર્ષિક તુલનાત્મક એકીકૃત નાણાકીય પરિણામ મુજબ ગત ૨૫ના છેલ્લા ત્રિમાસીમાં રુ.૮,૪૮૮ની આવક સામે નાણા વર્ષ-૨૬ના સમાન ગાળામાં વાર્ષિક ધોરણે ૨૬% વધીને રુ.૧૦,૭૩૮ કરોડ થઇ હતી. જ્યારે નાણા વર્ષ-૨૫માં વાર્ષિક ધોરણે આવક રુ.૩૧,૦૭૯ કરોડની સામે વર્ષ-૨૬માં આવક ૨૫% વધી રુ.૩૮,૭૩૬ કરોડ થઇ છે. નાણા વર્ષ-૨૫ના છેલ્લા ત્રિમાસીમાં વાર્ષિક ધોરણે હાંસલ થયેલા રુ.૫,૦૦૬ કરોડના એબિડટા નાણા વર્ષ-૨૬ના સરખા ગાળામાં ૨૦% વધીને રુ.૬,૦૨૦ કરોડ નોંધાયો છે.જ્યારે અનુક્રમે આ સમય ગાળામાં વર્ષ-૨૫ના વાર્ષિક ધોરણે કુલ રુ.૧૯,૦૨૫ કરોડના હાંસલ થયેલા એબિડટા સામે વર્ષ-૨૬માં ૨૦% વધીને રુ.૨૨,૮૫૧ કરોડ નોંધાયો છે.
કર બાદનો નફો વર્ષ-૨૫ના ત્રિમાસીમાં વાર્ષિક ધોરણે રુ.૩,૦૨૩ કરોડ હતો તેની સામે વર્ષ-૨૬ના સમાન સમયમાં ૯% વધીને રુ.૩,૩૦૮ કરોડ થયો છે. જ્યારે સમગ્ર વર્ષ-૨૫માં વાર્ષિક ધોરણે કર બાદના કુલ રુ.૧૧,૦૬૧ના નફા સામે પૂરા વર્ષ-૨૬માં ૧૬% વધીને રુ.૧૨,૭૮૨ કરોડ થયો છે.
અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ના પૂર્ણકાલિન ડિરેકટર અને સી.ઇ.ઓ. અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે “ત્રિમાસિક ગાળા દરમિયાન અમારું મજબૂત પ્રદર્શન કંપનીના વ્યવસાયિક મોડેલની સ્થિતિસ્થાપકતા અને વ્યૂહરચનાના શિસ્તબદ્ધ અમલીકરણને ઉજાગર કરે છે. તેમણે કહ્યું હતું કે વર્તમાન ભૂરાજકીય અસ્થિરતા અને વૈશ્વિક ટેરિફની અનિશ્ચિતતા વચ્ચે અહેવાલના વર્ષના અમારા લક્ષિત માર્ગદર્શનને અમે વટાવ્યો તેમાં વિક્રમજનક ૫૦૦ મિલીયન મેટ્રીક ટન પોર્ટ કાર્ગો વોલ્યુમનો સમાવેશ થાય છે. ગુપ્તાએ ઉમેર્યું હતું કે લોજિસ્ટિક્સ અને મરીન વ્યવસાયો પણ વર્ષ દરમિયાન અનુક્રમે ૫૫% અને ૧૩૪% ના દરે ઝડપથી વૃદ્ધિ પામ્યા છે.
આ અર્થપૂર્ણ પ્રગતિ દર્શાવવા છતાં અમારી વ્યવસાયિક સફર પૂર્ણ થવાથી ઘણી દૂર છે. કંપનીએ નાણા વર્ષ-૩૧ સુધીમાં બમણાથી વધુ આવક અને એબિડટા હાંસલ કરવા માટે એક મજબૂત પાયાનું નિર્માણ કર્યું છે. ડિસેમ્બર ૨૦૩૦ સુધીમાં પોર્ટ કાર્ગોના એક અબજ ટન સુધી પહોંચવા આનુષાંગિક સેવાઓના વિસ્તારનું લક્ષ્ય રાખ્યું છે.


