‘રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ-૨૦૨૫’ અંતર્ગત ઉધનાની સનરાઈઝ વિદ્યાલયમાં માર્ગ સુરક્ષા જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

‘રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ-૨૦૨૫’ અંતર્ગત ઉધનાની સનરાઈઝ વિદ્યાલયમાં માર્ગ સુરક્ષા જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ-૨૦૨૫’ અંતર્ગત ઉધનાની સનરાઈઝ વિદ્યાલય ખાતે માર્ગ સુરક્ષા જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રોડ સેફ્ટી ટ્રેનર બ્રિજેશ વર્માએ માર્ગ સલામતીની ઓડિયો વિઝ્યુઅલ ક્લિપ્સ સાથે પ્રેકટીકલ ડેમોસ્ટ્રેશનથી સમજ આપી હતી. આ સાથે લાયસન્સ વિના વાહનો ન ચલાવવા, શાળાએ આવતા ૧૮ વર્ષથી વધુની વયના વિદ્યાર્થીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવા અને વાલીઓને પણ કાર ચલાવતી વખતે સીટબેલ્ટ પહેરવા સૂચનો આપવામાં આવ્યા હતા.
રોડ સેફ્ટી એજ્યુકેશન કાર્યક્રમ અંતર્ગત બાળકો અને વાલીઓમાં ટ્રાફિક જનજાગૃતિ આવે તે માટે પેમ્ફલેટસનું વિતરણ કરાયું હતું. સાથોસાથ ૫૦૦થી વધુ વિદ્યાર્થિઓ-શિક્ષકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે ટ્રાફિક રિજીયન-૧નાં એ.સી.પી. એ.એમ.પરમાર, પોલીસ ઇન્સ્પેકટર જે. એસ. ઝાબરે, પી.એસ.આઈ. એસ.જી.ભુવા, શાળાના ટ્રસ્ટી જયસુખભાઈ, એલ.આર.દિવ્યાબેન, વીરભદ્રસિંહ, નરેન્દ્રસિંહ, WLR વિલાસબા અટુભા તેમજ કામિની ડુમસવાલા સહિત શિક્ષકો, બાળકો ઉપસ્થિત રહ્યા હતા.