એન્ટરટેઇનમેન્ટ

હાસ્ય અને કોમેડીથી ભરપૂર ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ “બિલ્ડર બોય્ઝ”નું ટ્રેલર રિલીઝ

ટ્રેલર લિંક-  https://www.youtube.com/watch?v=GAUBplK5IuA

ગુજરાત : દર્શકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા તે હાસ્ય અને કોમેડીથી ભરપૂર ફિલ્મ “બિલ્ડર બોય્ઝ”નું ટ્રેલર આવી ગયું છે. આજકાલ ગુજરાતી ફિલ્મોનો દૌર ચાલી રહ્યો છે અને અનેક ફિલ્મો ઘણી સફળ થઈ રહી છે તેમાં અન્ય એક ફિલ્મનો સમાવેશ થવા જઈ રહ્યો છે. કોમેડી ફિલ્મો હંમેશાથી દર્શકોને આકર્ષતી આવી છે. ફેમિલી સાથે બેસીને આનંદ માણી શકાય તેવી સરસ મજાની આ ફિલ્મના ટ્રેલર જોતા એવું લાગે છે કે આ ફિલ્મમાં ભરપૂર કોમેડી અને મનોરંજન હશે. ચાણક્ય પટેલ દ્વારા લિખિત અને ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ વ્હાઇટ એલિફન્ટ ફિલ્મ્સ અને નાઇન મ્યુઝિસ ક્રિએશન્સના બેનર હેઠળ  પ્રોડ્યુસર્સ સેતુ કુશાલ પટેલ અને નેહા રાજોરા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તેઓએ અગાઉ ચબુતરો ફિલ્મ પણ બનાવી હતી. આ ફિલ્મ 5 જૂલાઇ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ટ્રેલર લિંક-      https://www.youtube.com/watch?v=GAUBplK5IuA

ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો રોનક કામદાર અને શિવમ પારેખની મજેદાર જોડી લીડ રોલમાં જોવા મળશે અને તેમની સાથે સુંદર અભિનેત્રી ઈશા કંસારા પણ ચાર ચાંદ ઉમેરશે.

રોનક, શિવમ અને ઈશા સિવાય ભાવિનિ જાની, પ્રીમલ યાગ્નિક, કલ્પના ગજદેકર, શેખર શુક્લ, હરેશ ડઘીયા, કુલદીપ શુક્લ, હેમીન ત્રિવેદી, પ્રેમલ યાજ્ઞિક, હેમીન ત્રિવેદી, સુનિલ વાઘેલા, મમતા ભાવસાર જેવાં પ્રતિભાશાળી કલાકારો પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. ટ્રેલરની વાત કરીયે તો આ ફિલ્મમાં બિલ્ડર બોય્ઝની દુનિયા વિશે બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં રોનક કામદાર વિરાજ દલાલ નામના બ્રોકરની ભૂમિકામાં અને શિવમ પારેખ ચિન્મય મિસ્ત્રી નામના સિવિલ એન્જીનીયરની ભૂમિકામાં છે. ફિલ્મમાં દરેકના અનોખા પાત્ર અને બિલ્ડર બોય્ઝના બિલ્ડીંગ રી-ડેવલપમેન્ટની યોજનાઓ સામે કેવા પ્રકારનો વિરોધ કરે છે અને તેના કારણે કેવી મૂશ્કેલીઓ સામે આવે છે તે બાબત ટ્રેલરમાં દર્શાવવામાં આવી છે. આ ફિલ્મના ટ્રેલર પરથી જ સમજાય છે કે ટ્રેલરની જેમ ફિલ્મ પણ કૉમેડીથી ભરપૂર હશે તે દર્શકોને હસાવવાની સાથે ભરપૂર મનોરંજન પૂરું પાડશે.  આ ફિલ્મ થકી  લોકોમાં ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી છે.

ફિલ્મના સંગીતની વાત કરીયે તો નિરેન  ભટ્ટ દ્વારા આ ફિલ્મના ગીતો લખ્યા છે અને મ્યુઝિક સિદ્ધાર્થ ભાવસાર દ્વારા આપવામાં આવ્યું છે. આમ, આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ સાબિત થશે તે તો નક્કી જ છે. તો દર્શકો 5 જૂલાઈ, 2024 એ આવી રહી છે ફીલ, “બિલ્ડર બોય્ઝ”, નિહાળવાનું ચૂકતાં નહિ તમારાં નજીકના સિનેમાઘરોમાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button