એન્ટરટેઇનમેન્ટ

“ફાધર્સ ડે”ના ઉપક્રમે યોજાયેલ “જેમ્સ ઓફ સાઉથર્ન ઈન્ડિયા” મ્યુઝિકલ ઇવેન્ટમાં દક્ષિણ સંસ્કૃતિનો સાર સાંભળવા મળ્યો

• અમદાવાદમાં જૂના વાડજ ખાતે આવેલ રેડ ક્રોસ હોલ ખાતે મ્યુઝિકલ એક્સ્ટ્રાવેગેન્ઝાનું આયોજન કરાયું

અમદાવાદ : આર્ક ઈવેન્ટ્સ અમદાવાદમાં વિવિધ મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરતાં રહે છે. વર્તમાન સમયમાં લોકો મ્યુઝિક પ્રત્યે વધુ આકર્શાય છે તેને અનુલક્ષીને આર્ક ઈવેન્ટ્સ દ્વારા “ફાધર્સ ડે”ના ઉપક્રમે 16મી જૂનના રોજ અમદાવાદમાં જૂના વાડજ વિસ્તારમાં રેડ ક્રોસ હોલ ખાતે “જેમ્સ ઓફ સાઉથર્ન ઈન્ડિયા” મ્યુઝિકલ એક્સ્ટ્રાવેગેન્ઝાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લખનીય છે કે આર્ક ઈવેન્ટ્સના ફાઉન્ડર અને ઈન્ટરનેશનલ વર્સેટાઈલ સિંગર મિતાલી નાગ વિવિધ શૈલીઓમાં ગીત ગાવા માટે જાણીતા છે. “જેમ્સ ઓફ સાઉથર્ન ઈન્ડિયા” મ્યુઝિકલ ઇવેન્ટમાં સાઉથ ઇન્ડિયન આર્ટિસ્ટ દ્વારા ગાવામાં આવેલ વિવિધ બોલીવુડ સોન્ગ્સ પરફોર્મ કરવામાં આવ્યા હતા. આ મ્યુઝિકલ ઈવેન્ટમાં પૂર્વ મેયર બિજલબેન પટેલ અને ડી આર જગ્ગી, ડેપ્યુટી જનરલ મેનેજર, નાબાર્ડ અમદાવાદ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.

એસ.પી. બાલાસુબ્રમણ્યમ, કવિતા કૃષ્ણમૂર્તિ, યેસુદાસ, વાણીજયરામ, હરિનંદન તથા અન્ય જેવા દક્ષિણ ભારત ના પ્રખ્યાત ગાયકોના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ હિન્દી ફિલ્મી ગીતો કેહના હી ક્યાં, હવા હવાઈ, બોલે રે પપીહરા, તેરે મેરે બીચ મેં વગેરે જેવાં ગીતો પર આંતરરાષ્ટ્રીય વર્સેટાઇલ સિંગેર ડૉ. મિતાલી નાગ તથા મોસ્ટ વર્સેટાઈલ સિંગર શિવાંગ દવે એ અદ્દભુત ગાયકી દ્વારા ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

હિન્દી  ઉપરાંત તામિલ ભાષામાં પણ સોન્ગ્સ પરફોર્મ કર્યા હતા. ગાયકોની સાથે મિતેષ દેસાઈ અને તેમની ટીમના ઓર્કેસ્ટ્રા પરફોર્મન્સથી ઇવેન્ટ વધુ યાદગાર બની હતી. આ મ્યુઝિકલ નાઇટનું સુંદર સંચાલન એન્કર હિરેન રૂઘાણી એકર્યું હતું.  ખાસ કરીને દક્ષિણ સંસ્કૃતિના લોકો આ મ્યુઝિકલ ઇવેન્ટથી આનંદિત થયા હતા.

આર્ક ઈવેન્ટ્સના ફાઉન્ડર અને ઈન્ટરનેશનલ વર્સેટાઈલ સિંગર મિતાલી નાગ જણાવે છે કે, “મ્યુઝિક મારા માટે બધું જ છે.  આજના સમયમાં લોકોને નવા કોન્સેપ્ટ્સ અને નવા આઈડિયાઝ પસંદ આવે છે. મને સંપૂર્ણ વિશ્વાસ  છે કે લોકોને આ પ્રકારના મ્યુઝિકલ કાર્યક્રમો સાંભળવા ગમે છે અને લોકો તેને વખાણે પણ છે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button