આરોગ્ય
હિટવેવ અંગે અોરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવતા સુરતનું આરોગ્ય તંત્ર હરકતમાં
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આકાશમાંથી અગનવર્ષા થતા કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા સુરતમાં હિટવેવ અંગે અોરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવતા સુરતનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. કાળઝાળ ગરમીમાં લૂ લાગવા સહિતની તાકીદની સારવાર અંગે નવી સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ આજથી શરૂ કરવામાં આવ્યો છે અને હિટવેવગ્રસ્ત દર્દીની સારવાર માટે તબીબો દ્વારા નવા વોર્ડના નર્સ સહિતના કર્મચારીઅોને માર્ગદર્શન સાથે તાલીમ પણ આપવામાં આવી છે.