પ્રાદેશિક સમાચાર

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સર્વત્ર જારદાર વરસાદ

Surat Navsari News: સુરત શહેર નવસારી અને વલસાડમાં ઠેર ઠેર બેથી અઢી ઇંચ જેટલો ભારે વરસાદ છેલ્લા એક સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે તેમજ બે દિવસ છૂટો છવાયો હળવો વરસાદ વરસાવ્યા બાદ આજે સવારથી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને સવારે ૬ઃ૦૦ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીના ચાર કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ કરવટ બદલીને આક્રમક રૂપે ફરી જળ રાશી વરસાવા નું શરૂ કર્યું છે જેથી વર્ષાઋતુ નો માહોલ જામ્યો છે ચાર કલાકમાં એક થી ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબકી ચૂક્યો હોવાના વાવડ મળી રહ્યા છે. જેથી જે વિસ્તારોમાં ભારે વરસાદ વારસી રહ્યો છે તે વિસ્તારોના પંથકમાં ફરી રસ્તાઓ પર પાણી ભરાયા હોવાનું જાણવા મળે છે

જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો સુરત જિલ્લામાં ઓલપાડમાં ૩૨ એમએમ, માંગરોળમાં ૨૪ એમએમ, ઉમરપાડામાં ૪૮ એમએમ, માંડવીમાં બાર એમ એમ. કામરેજમાં ૪૭ એમ એમ. સુરત શહેરમાં ૧૪ એમએમ જ્યારે ચોર્યાસી તાલુકામાં પાંચ એમએમ બારડોલી તાલુકામાં ૨૫ એમ એમ મહુવા તાલુકામાં આઠ એમએમ વરસાદ વરસ્યો છે છેલ્લા દિવસોમાં અધિભારે વરસાદ વરસી ચુક્યો છે એવા પલસાણા તાલુકામાં વરસાદનો વિરામ જોવા મળી રહ્યો છે

વલસાડ જિલ્લાની વાત કરીએ તો છેલ્લા ચાર કલાકમાં વલસાડ તાલુકામાં ૨૩ એમએમ, ધરમપુરમાં ૨૫ એમ એમ. પારડીમાં ૨૩ એમએમ. કાપરાડામાં ૫૬ એમ એમ. ઉમરગામમાં ૧૫ એમએમ અને વાપીમાં એમએમ જ્યારે વન્ય પ્રદેશથી આચ્છાદિત કુદરતી સૌંદર્ય ધરાવતા ડાંગ જિલ્લામાં આહવામાં ૧૧ એમ એમ, ગિરિમથક એવા સાપુતારામાં ૧૬ એમ.એમ જ્યારે ડાંગની તળેટીમાં આવેલ વગઈ તાલુકામાં ૩૧ એમ.એમ. અને સુબીરમાં ૧૦ એમએમ વરસાદ વરસ્યો છે નવસારી જિલ્લામાં નવસારી એક એમએમ જ્યારે ગણદેવી માં બે એમએમ ચીખલીમાં ૨૯ એમ એમ. વાસદામાં ધોધમાર ૫૧ એમએમ અને ખેરગામ તાલુકામાં ચાર કલાકમાં સાંબેલા ધારે ૭૪ એમએમ એટલે કે ત્રણ ઇંચ જેટલો ધુઆધાર વરસાદ થયો છે તાપી જિલ્લામાં સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે વ્યારામાં પાંચ એમએમ અને વાલોડમાં પાંચ એમએમ જ્યારે ડોલવણમાં ૨૦ એમએમ વરસાદ નોંધાયો છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button