૧૩ જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે યોજાનાર કુંભ મેળામાં વડતાલ સ્વા.મંદિર દ્વારા મહાઅન્ન ક્ષેત્ર (ભંડારા)નું આયોજન કરાયું

૧૩ જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે યોજાનાર કુંભ મેળામાં વડતાલ સ્વા.મંદિર દ્વારા મહાઅન્ન ક્ષેત્ર (ભંડારા)નું આયોજન કરાયું
કુંભ યાત્રાએ આવનારા સાધુ સંતો અને ભાવિકોને ભોજન-પ્રસાદ કરાવાશે.
વડતાલ
આ વર્ષે કુંભમેળો તા.૧૩ જાન્યુઆરી ૨૦૨૫ થી ૨૬ ફેબ્રુઆરી મહાશિવરાત્રી સુધી ઉત્તર પ્રદેશના જાણીતા તીર્થ પ્રયાગરાજ ખાતે યોજાઇ રહ્યો છે. ત્યારે શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થસ્થાન વડતાલ સંસ્થાન દ્વારા પ્રયાગરાજ મહાકુંભ ખાતે મહાઅન્ન ક્ષેત્ર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાકુંભની પૂર્ણાહુતિ પર્યંત રોજ કુંભ યાત્રાએ આવનારા સાધુ સંતો અને ભાવિકોને ભોજન-પ્રસાદ કરાવાશે. આ અન્નક્ષેત્રભંડારાનું સંચાલન વડતાલના સંત પૂ.ધર્મજીવનસ્વામી, તથા ભક્તિસ્વામી (અથાણાવાળા) સંભાળશે.
વડતાલ સ્વા.મંદિરના કોઠારી ડો.સંતવલ્લભસ્વામીએ કુંભ મેળામાં ભંડારા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે કુંભ મેળો એટલો ભારત વર્ષના સાધુ સંતો માટે ૧૨ વર્ષે એકવાર એકત્ર થવાનું મળવાનું પવિત્ર મીલન સ્થળ જે સ્થળે કુંભનું આયોજન થાય છે ત્યાં પવિત્ર સ્નાન માટે સાધુ સમાજ ઉત્સાહ ભેર ઉમટી પડે છે. અને જગત સમક્ષ પોતાના કલા –કૌશલ્યને યોગ સાધનાનું નિર્દર્શન કરે છે. સમુદ્ર મંથન માંથી પ્રાપ્ત થયેલો અમૃત કુંભ મેળવવા દેવ અને દાવન વચ્ચે યુદ્ધ થયું હતું. જે ૧૨-૧૨ વર્ષ પર્યન્ત ચાલ્યુ હતું. અને અમૃત કુંભની ઝૂટાઝૂટમાં કુંભ છલકાયો અને અમૃત બિંદુ જ્યાં પડ્યા તે પવિત્ર ભૂમિ હરિદ્વાર, નાસીક, ઉજ્જૈન અને પ્રયાગનો સમાવેશ થાય છે. આ ચાર પવિત્ર ભૂમી ઉપર દર ૧૨ વર્ષે પ્રતિરૂપે કુંભમેળો ભરવાની પરંપરા સ્થાપિત થઇ છે. ૧૨ વર્ષે કુંભ મેળો ભરાય છે. અને ૧૨ કુંભ બારવાર આવે ત્યારે ૧૪૪ વર્ષ પૂર્ણ થાય તેને પૂર્ણ મહાકુંભ કહેવામાં આવે છે. ચાલુવર્ષે ગંગા-યમુના અને પ્રાચીન સરસ્વતી નદીનો સંગમ થાય છે તે પ્રયાગરાજ ખાતે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. કાશી જેમ શીવની નગરી છે તેમ પ્રયાગ વિષ્ણુની નગરી કહેવાય છે. પ્રયાગમાં ભગવાન વિષ્ણુ વેણી માધવ સ્વરૂપે વિદ્યમાન છે. સાધુસંતો અને ભાવીકો કરોડોની સંખ્યામાં આવે તેવી ધારણા છે. કુંભમેળા માટે પ્રશાસને ૧૨ કિલોમીટર વિસ્તારમાં ૪૪ સ્નાનઘાટો બનાવવામાં આવ્યા છે. કુંભ સ્નાનનું વિશેષ મહાત્મય રહેલું છે. ગંગાજીમાં ડુબકી મારવાથી પાપ નાશ પામે છે, પાપ ધોવાઇ જવાય છે. ગંગાનું જળ પવિત્ર છે. નિર્મળ છે. શીતળ અને શુદ્ધ છે. એટલે તો ગંગા સ્નાનનો મહિમા છે. આ વર્ષે પ્રયાગ ખાતે ત્રીવેણી સંગમાં શાહી સહિતના સ્નાન યોજાશે. સૂર્ય-ચંદ્ર અને ગૃહસ્પતિ એક રેખામાં આવે ત્યારે કુંભ યોગ થયો ગણાય અને ખુબજ વિશાળ કુંભ મેળો યોજવાની પરંપરા સતયુગથી થઇ હતી. જે ત્રેતા યુગમાં ચાલુરહી અને દ્વાપરયુગમાં જળવાઇ રહી અને કળયુગમાં આ કુંભ મેળાનું મહત્વ અનેક ઘણું વધી ગયું છે. અમૃત જયાં જયાં પડયું તે સ્થળોમાં પ્રયાગ, હરિદ્વાર, ઉજૈન અને નાસીક ત્રયંબકનોસમાવેશ થતો હોવાથી આ તમામ સ્થળે સમયાંતરે કુંભ મેળા ભરાય છે.
વડતાલ મંદિર દ્વારા બ્રહ્મચારી સંતો પાર્ષદો માટે તા.૨૨ થી ૩૦ જાન્યુઆરી સુધી મહાકુંભ સ્નાન યાત્રાનું આયોજન (બોક્સ)
વડતાલ મંદિર દ્વારા બ્રહ્મચારી સંતો પાર્ષદો માટે મહાકુંભ સ્નાન યાત્રાનું તા. ૨૨ જાન્યુઆરીથી ૩૦- જાન્યુઆરી સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાકુંભ સ્નાન યાત્રા સાથે કાશી-અયોધ્યા-છપૈયા દર્શનનું પણ આયોજન થયું છે. વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશસ્વામી, તથા કોઠારી ડો.સંતસ્વામી દ્વારા કરવામાં આવ્યું છે. યાત્રા પ્રવાસ માટે સ્લીપરકોચ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનું સંચાલન પવનસ્વામી (કલાલી વાળા) તથા વિજય સ્વામી ડાકોરવાળા, હરિગુણસ્વામી (ઉમરેઠ) કરશે. વડતાલ સંસ્થાન દ્વારા કુંભ મેળા માટેની આ બીજી યાત્રા છે. અગાઉ સને ૨૦૧૩માં કુંભ મેળા માટે પ્રયાગની યાત્રા યોજાઇ હતી. આ ઉપરાંત સને ૨૦૧૨ માં પૂલ્હાશ્રમની યાત્રા અને સને ૨૦૧૪માં દક્ષિણભારત, ૨૦૧૬માં ઉજૈનયાત્રા, ૨૦૨૨માં ઉત્તર ભારત-બદ્રીનાથનો પ્રવાસ યોજાયો હતો. જ્યારે આ વખતે કુંભ સ્નાન માટે પ્રયાગરાજના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. વડતાલ સંસ્થાન દ્વારા જેમ સંતો પાર્ષદો માટે યાત્રા યોજે છે તેમ કર્મચારીઓ માટે પણ ધાર્મિક યાત્રા પ્રવાસો યોજે છે.